////

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે યુટ્યૂબર પર કર્યો માનહાનિનો દાવો

બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે બિહારના યૂટ્યૂબર રાશિદ સિદ્દીકી પર 500 કરોડ રૂપિયાનો માનહાનીનો કેસ કર્યો છે. જેમાં રાશિદ સિદ્દીકીએ કથિત રીતે અક્ષય કુમારનું નામ સુશાંત સિંહ રાજપૂત કેસમાં લીધુ હતું. રાશિદના વાયરલ થઇ રહેલા વીડિયોમાં તેણે અક્ષય કુમાર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતુ કે, તેણે રિયા ચક્રવર્તીને કેનેડા ભગાડવામાં મદદ કરી હતી.

આ ઉપરાંત રાશિદે પોતાના વિડીયોમાં જણાવ્યું કે, અક્ષયે સુશાંત કેસને લઇને મુંબઈ પોલીસ અને આદિત્ય ઠાકરે સાથે સીક્રેટ મીટિંગ્સ પણ ઓર્ગેનાઇઝ કરી હતી. જોકે અત્યાર સુધી આ મામલે અક્ષય કુમારે કોઇ નિવેદન આપ્યું નથી.

નોંધનીય છે કે, આ વર્ષે 14 જૂને સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ મુંબઈ સ્થિત તેના ફ્લેટમાં મળી આવ્યો હતો. ત્યાર બાદથી સુશાંતના મોતના કારણને લઇને અનેક પ્રકારની થિયરી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સાથે કેટલાક લોકો જાત-જાતના વીડિયો બનાવીને અપલોડ કરી રહ્યા છે.

હાલમાં અક્ષય કુમાર બીજા ઘણાં પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે, પરંતુ ફિલ્મ અત્યાર સુધી રીલિઝ થઇ નથી. આગામી સમયમાં અક્ષય અતરંગી રે, બેલ બૉટમ અને પૃથ્વીરાજ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.