////

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન સ્ટારર સીરિઝ તાંડવનું ટીઝર રિલીઝ

બોલિવુડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન સ્ટારર સીરીઝ તાંડવનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. ત્યારે આ વેબ સીરીઝ અમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે. આ પોલિટિકલ ડ્રામાને અલી અબ્બાસ જફરે ક્રિએટ કરી છે. તો હિમાંશું મેહરા અને અલી અબ્બાસે તેને પ્રોડ્યૂસ કરી છે. આ વેબ સીરીઝ 15 જાન્યુઆરીના રોજ પ્રીમિયર થશે.

એક મિનિટના ટીઝરની શરૂઆત ભારે ભીડ અને પોલિટિકલ ધ્વજ સાથે થાય છે. સૈફ આ સીરીઝમાં પોલિટિશયનના રોલમાં છે. આ ટીઝરમાં સૈફની ઇમ્પ્રેસિવ એન્ટ્રી જોવા મળે છે. તો બેંકગ્રાઉન્ડમાં વોઇસ ઓવર છે- હિંદુસ્તાનને ફક્ત એક વસ્તુ જ ચલાવે છે, રાજનીતિ. આ દેશમાં જે વડાપ્રધાન છે તે જ રાજા છે.

સૈફ અલી ખાન તાંડવમાં લીડ રોલમાં છે. આ ઉપરાંત તેમાં ડિંપલ કાપાડિયા, તિગ્માંશૂ ધૂળિયા, સુનીલ ગ્રોવર પણ મહત્વપૂર્ણ રોલમાં છે. આ ઉપરાંત જિશાન અયૂબ ખાન, કૃતિકા કામરા, કુમુદ મિશ્રા, ગૌહર ખાન, અનૂપ સોની, કૃતિકા અવસ્થી, ડીનો મોરિયા અને પરેશ પહુજા છે. આ ટીઝરમાં લગભગ તમામ સ્ટારની ઝલક જોવા મળે છે. સાથે જ આ વેબ સીરીઝ પોલિટિક્સ પર બેસ્ડ છે. તેમાં રાજકીય દાવપેચનો ખેલ જોવા મળશે.

તાંડવ ફિલ્મના નિર્માતા અલી અબ્બાસ અને ડિંપલ કાપડિયાનું ડિજિટલ ડેબ્યૂ છે. વેબ સીરીઝ વિશે વાત કરતાં અલી અબ્બાસ જફરે કહ્યું કે, તાંડવના માધ્યમથી, અમે દર્શકોને રાજકારણમાં સત્તાની ભૂખી દુનિયામાં લઇ જઇએ છીએ. જેવી રીતે તમે શો જોશો, તો તમને અહેસાસ થશે કે કોઇ સાચુ કે ખોટું નથી. કોઇ કાળું કે ધોળું નથી. તમને ગ્રે શેડ્સ જોવા મળશે. હું ઉત્સાહિત છું કે ડિજિટલમાં એક નિર્માતા-નિર્દેશકના રૂપમાં મારી શરૂઆત થઇ છે.

Leave a Reply

Your email address will not be published.