/////

બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે કોરોનાના કારણે બે નિકટનાં સ્વજન ગુમાવ્યા

દેશમા કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે કોરોના વાયરસની બીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે. ત્યારે કોરોનાના સંક્રમણથી સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી પણ બચી શક્યું નથી. ત્યારે કોરોનાના કપરા કાળમાં ઘણાં લોકો જરુરતમંદોની મદદ પણ કરી રહ્યાં છે. જેમાં બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર કોરોના સામેની જંગ જીત્યા બાદ લોકોની મદદે આવી છે.

કોરોના વાયરસને માત આપવાનાં અનુભવે તેણે ‘કોવિડ વોરિયર’ બનવા માટે પ્રેરિત કરી છે. ભૂમિએ મેડિકલ સપ્લાયને દુરસ્ત કરવા માટે ઘણાં સંસાધનોની એક લિસ્ટ બનાવી છે. જેને માટે તેણે તમામની મદદ પણ માંગી છે. ત્યારે આવા સમયે ભૂમિએ તેનાં નજીકનાં લોકોને પણ કોરોનાની ચપેટમાં આવતા જોયા છે. કોરોના વાયરસે ભૂમિથી તેનાં નિકટનાં બે વ્યક્તિઓને છીનવી લીધા છે.

આ અંગે ભૂમિએ ટ્વિટ કરીને માહિતી આપી છે. જેમાં તેણે લખ્યું છે કે, ’24 કલાકમાં મે મારા બે ખુબ જ નિકટનાં લોકોને ગુમાવ્યાં છે. જેને અમે ખુબજ પ્રેમ કરતાં હતાં. 3 નજીકનાં લોકોની હાલત ગંભીર છે. હું તે તમામ લોકો માટે ઓક્સિજન અને બેડ્સ શોધવામાં મારો પૂરો દિવસ વિતાવી દીધો જેને અમે બચાવી શકીએ છીએ। દુખ માટે હવે જગ્યા નથી. ફક્ત એક્શન. આ સ્થિતિ સમાપ્ત થાય તેનો ઇન્તઝાર કરવો મુશ્કેલ છે. પ્લીઝ આપનું યોગદાન આપો.’

મહત્વનું છે કે, ભૂમિએ થોડા સમય પહેલાં જ ‘બધાઇ દો’ની શૂટિંગ પૂર્ણ કરી છે. આ પહેલાં તમે તેને ‘જોર લગા કે હઇશા..’ ‘શુભ મંગલ સાવધાન’, ‘ટોયલેટ-એક પ્રેમ કથા’ તેમજ ‘સાંડ કી આંખ’ જેવી ફિલ્મમાં જોઇ ચુક્યા છો.

Leave a Reply

Your email address will not be published.