////

આ બોલિવુડ અભિનેત્રીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટીવ

બોલિવુડ અભિનેત્રી રકુલપ્રિત સિંહ કોરોનાથી સંક્રમિત થઇ છે. રકુલે સોશિયલ મિડીયા પર આ વાતની જાણકારી આપી છે કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ રકુલે અપીલ પણ કરી છે કે તેની સાથે ટચમાં આવેલા લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી લે.

રકુલે પોસ્ટ કરી અને લખ્યું કે, હું તમને સૌને જણાવી દેવા માગુ છું કે હું કોરોનાથી સંક્રમિત થઇ છું અને મેં પોતાની જાતને ક્વોરન્ટાઇન કરી લીધી છે. હું હાલ આરામ કરી રહી છુ. હું તમને રિકવેસ્ટ કરી રહી છું કે જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે તે પોતાનો ટેસ્ટ કરાવી લે, આ પોસ્ટ કર્યા બાદ તેના ફેન્સ તેના માટે દુઆ માંગવા લાગ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે કોરોના સંક્રમિત થયા પહેલા મેડેનું શૂટિંગ કરી રહી હતી. ફિલ્મમાં તેની સાથે અજય દેવગણ અને અમિતાભ બચ્ચન પણ હશે. ફિલ્મમાં તેનો રોલ એક પાયલોટનો છે. અજયે 11 ડિસેમ્બરના રોજ શૂટિંગ શરૂ કરી દીધુ છે. આ ફિલ્મ અજય દેવગણ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. જે 29 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published.