////

બોલીવુડ સિંગર શ્રેયા ઘોષાલ બની માતા, સોશિયલ મીડિયા પર આપી ખુશખબર

બોલિવુડ જગતમાં જાણીતી સિંગર શ્રેયા ઘોષાલ માતા બની ગઈ છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે. બોલીવુડ સિંગરે શનિવારે બપોરે પુત્રને જન્મ આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર આ ખુશખબર આપી છે. ત્યારબાદ તેના ફેન્સ શુભેચ્છાઓ આપી રહ્યા છે. સિંગર શ્રેયા ઘોષાલ અને પતિ શિલાદિત્ય માતા-પિતા બની ગયા છે.

શ્રેયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી આ જાણકારી આપી હતી. જેમાં તેણે લખ્યું છે કે, ભગવાનના આશીર્વાદથી એક અણમોલ પુત્રનો જન્મ બપોરે થયો છે. આવી ભાવના મને પહેલા ક્યારેય થઈ નથી. શિલાદિત્ય અને હું, અમારા પરિવારમાં બધા ખુશ છે. તમારા બધાની શુભેચ્છા માટે આભાર.

જોકે આ પોસ્ટ શેર કર્યા બાજ અનેક લોકો શ્રેયા ઘોષાલને શુભેચ્છા આપી રહ્યાં છે. સિંગર નીતિ મોહને લખ્યું કે, ખુબ ખુબ શુભકામનાઓ. આ ખુશીના સમાચાર છે. હું આશા કરુ છું કે તમે અને બેબી સ્વસ્થ હશો.

તો ગાયક અને કંપોઝર શેખર રાવજિયાનીએ લખ્યુ કે, અભિનેંદન. ગાયક રાજ પંડિતે લખ્યં છે, શ્રેયા ઘોષાલ શુભેચ્છા, ભગવાન તમને સ્વસ્થ રાખે. શ્રેયાએ બોલીવુડની અનેક ફિલ્મોમાં ગીત આપ્યા છે. તેનો અવાજ ખુબ પસંદ કરવામાં આવે છે.

બોલીવુડ સિંગર સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. આ સિવાય શ્રેયા રિયાલિટી શોમાં પણ જોવા મળતી હોય છે. તે ઘણા શોમાં જજ રહી ચુકી છે. તે ખાનગી શો પણ કરી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published.