/

બોમ્બે હાઈકોર્ટે ખાનગી હોસ્પીટલોને લઈને આપ્યો મહત્વનો ચૂકાદો…

બોમ્બે હાઈકોર્ટમાં ખાનગી હોસ્પિટલોને રાહત આપનાર ચૂકાદામાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર કોરોનાગ્રસ્ત સિવાયના દર્દીઓ માટેના દર નક્કી કરી શકે નહીં. સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ (ડીએમએ)ની કલમ 65 નીચે આવા આદેશો બહાર પાડવા સક્ષમ નથી. સરકારના આદેશને કારણે ખાનગી હોસ્પીટલો તેમના 80% આઈસોલેશન અને નોન-આઈસોલેશન બેડનો અંકુશ અને નિયંત્રણો ગુમાવે છે એવું જણાવીને બેંચે જણાવ્યું હતું કે, તેમને ડીએમએની કલમ 66 નીચે વળતર આપવું જોઈએ.

નાગપુર મ્યુનીસીપલ કોર્પોરેશનના 4 જૂનના આદેશને રદ કરતા ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે, એપીડેમીક એકટ 1897 (ઈડીએ) અથવા મહારાષ્ટ્ર કોવિડ 19 રેગ્યુલેશન્સ 2020 ખાનગી હોસ્પિટલો, નર્સીંગ હોમમાં 20% આઈસોલેશન અને નોન-આઈસોલેશન એડ સંબંધી આદેશ આપવા સરકારને સતા આપતા નથી. કોઈપણ વ્યવસાય અથવા વેપારધંધો કરવા છૂટ આપતી કલમ 19(1)(જી) નીચે આવો આદેશ અરજદારના મૂળભૂત અધિકારનો ભંગ છે, બેંચે જણાવ્યું હતું કે આવા આદેશ કાયદાના બળ (કોર્સ ઓફ લો) સાથે ભારતના બંધારણ હેઠળ મળેલી સતા વહીવટી સતાનો ઉપયોગ કરવા જારી કરવામાં આવ્યા હોય તેમ ગણી શકાય નહીં. ‘કોર્સ ઓફ લો’ દ્વારા કલમ 19(6) નીચે વાજબી નિયંત્રણો કાયદેસર મુકી શકાય, પણ આ આદેશને એવો ગણી શકાય નહીં.

આ ઉપરાંત નર્સિંગ હોમ ધરાવતા અરજદાર પીડિયાટ્રીસ્યિન પ્રદીપ અરોરાના અભ્યાસ અને પ્રયાસોને બિરદાવતા અદાલતે જણાવ્યું હતું કે, તે વકીલ ન હોવા છતાં કાયદાની પુરતી સમજણ સાથે તેમણે દલીલો કરી હતી.

Leave a Reply

Your email address will not be published.