/

પાઠ્યપુસ્તકોના ડાયરેક્ટ વિતરણ સામે બુક સ્ટોરી એસોનો વિરોધ મામલતદારને આપ્યું આવેદન

ગુજરાત સરકાર દ્રારા હવે થી સ્કૂલો માં ડાયરેક્ટ પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવનાર છે તેની સામે બુક સ્ટોર એસોસીએસન દ્રારા આજે કેશોદમાં મામલતદારને આવેદન પાત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક મંડળ દ્રારા સીધા જ સ્કૂલોમાં પુસ્તકો મોકલવાની વાત સામે આજે કેશોદ બુક સ્ટોર અને સ્ટેશનરી એસોસિએશન દ્રારા આજે મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરી હતી કે ભૂતકાળ માં પાઠ્યપુસ્તક મંડળ દ્રારા બુક સ્ટોરમાં અને સ્ટેશનરીની દુકાનોમાંથી પાઠ્યપુસ્તકનું વેચાણ કરવા માં આવતું હતું.

જેના કારણે વેપારી અને વેપારીની  દુકાનમાં કર્મ કરતા લોકો ની રોઝીરોટી ચાલતી હતી પંરતુ હવે સરકાર ના આ નિર્ણય થી બેરોજગારી વધશે અને લોકો પણ દુઃખી થશે તેની સામે વેપારી મંડળ દ્રારા આજે વિરોધ કરી અને બુક સ્ટોર મારફત વેચાણ થાય તે માટે પુનઃ વિચારણા કરવા આવેદન પાઠવવામાં આવેલ હતું વેપારીઓએ જણાવ્યું હતું  કે સરકારના તઘલખી નિર્ણયથી ગુજરાતના 40 હજાર જેટલા વેપારીઓ અને તે દુકાનોમાં કામ કરતા લોકોને આર્થિક મંદીનો સામનોના કરવો પડે તેમાટે ફેર વિચારણા કરવા જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.