//

બોર્ડની પરીક્ષા માટે કોંગ્રેસ ઈ બુક તૈયાર કરી!!

ગુજરાતમાં આગામી માર્ચ માસમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે તેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્રારા માહિતી પુસ્તિકાત્યાર કરી છે જેમાં બોર્ડના વિધાર્થીઓને પરીક્ષા આપવા જતા કેટલાક મુદ્દાઓ ધ્યાને રાખીને પરીક્ષા સમયે ઈ બુક તૈયાર કરી છે જેનું આજે વિપક્ષનેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ કે જે આ વર્ષેની બોર્ડની પરીક્ષા આપવાના છે તેમને પૂરતી માહિતી મળી રહે તેવી કેટલીક રસપ્રદ માહિતી આપતી ઈ બુક બનાવેલ છે ગુજરાતના ધોરણ 10 ના 10 લાખ અને ધોરણ 12 ના 5 લાખ જેટલા વિધાર્થીઓ ઇ બુક થી મોટો લાભ મળે તેવા પ્રયાસ કરવા માં આવી રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસ છેલ્લા 15 વર્ષ થી કારકિર્દી પસંદગી માહિતી પુસ્તિકા બનાવે છે જેનું નામ છે કારકિર્દીના ઉંબરેના નામથી પ્રસિધ્દ કરવામાં આવે છે આ બુકમાં માતાપિતા એ પણ પોતાના પુત્ર પુર્ત્રી ને અભ્યાસમાં કેવીરીતે ધ્યાન આપવું અને ક્યાં ફિલ્ડમાં વધુ રસ લાહી શકાય તેવા અનેક મુદ્દા બુકોમાં આપવામાં આવે છે ત્યારે આ વર્ષે બોર્ડના વિધાર્થીઓ માટે ખાસ ઈ બુક તૈયાર કરી છે કારણ કે આજના આધુનિક યુગમાં વિધાર્થીઓ મોબાઈલ અને કોમ્પ્યુટર ટેક્નોલોજીનો સતત ઉપયોગ કરતા હોઈ છે તેથી મોબાઈલ,લેપટોપ,કે કોમ્પ્યુટરમાં પણ ઈ બુક ખોલી માર્ગદર્શન મેળવી શકે તેવા ઉદેશથી.

Leave a Reply

Your email address will not be published.