//

ગુજરાત રાજ્યસભાની ચાર બેઠક માટે 5 ઉમેદવારી પત્રો ભરાયા બન્ને પક્ષે જીત નો કર્યો વિશ્વાસ

આગામી 26મીએ ગુજરાત રાજ્યસભાની કુલ ચાર બેઠકો માટે મતદાન થવાનું છે જેના માટે ભાજપ પક્ષ દ્રારા રાજ્યસભા ના ઉમેદવાર તરીકે અભય ભારદ્રાજ, રમીલા બારા અને નરહરિ અમીનને ઉમેદવારી નોંધાવી છે તો કોંગ્રેસ પક્ષેથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી પત્ર ભર્યું છે ભાજપ અને કોંગ્રેસ બન્ને પોતાના ના ઉમેદવારો જીતશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે સાથે સાથે તોડજોડ ની નીતિ નું પણ રાજકારણ રમાઈ રહ્યું છે બન્ને પક્ષ પોતાના ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને પોતાના ધારાસભ્યો પક્ષ સાથે હોવાનો દાવો કરી રહ્યા છે  બન્ને પક્ષ ના ધારાસભ્યો નું હાઇકમાન્ડ કે પક્ષ પાસે નહિ ઉપજતા રીસામણા પણ થયા છે.

હાલ તો જે થયું તે પરંતુ આગામી 26મી માર્ચે ક્યાં ધારાસભ્યો કોને મત આપે છે અને કોણ રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાઈને જશે તે જોવાનું મહત્વનું છે હાલ તો કોંગ્રેસ પોતાના ઉમેદવારો એકજુટ હોવાના દાવા કરે છે અને ભાજપ ખરીદ વેચાણ સંઘ ખોલીને ધારાસભ્યોને ખરીદી કરી રહી હોવાના આક્ષેપ પણ કરી રહ્યું છે તો ભાજપ પણ કોંગ્રેસ પાર આક્ષેપ કરીને જણાવી રહ્યું છે કે કોંગ્રેસનો જૂથવાદ અને વિખવાદ ભાજપને ફાયદો કરાવશે હવે કોણ ક્યારે કોને કેટલો ફાયદો આપશે તે આવનાર સમય બતાવશે.

Leave a Reply

Your email address will not be published.