///

Ind vs Aus: આવતીકાલથી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ શરૂ, અજિંક્ય રહાણેની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાને

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ આવતીકાલે શનિવારે મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારે બોક્સિંગ ડે ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. આ મેચમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ અજિંક્ય રહાણે ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સસીપ કરશે.

ભારતીય ક્રિકેટ ટીમ તરફથી બે ખેલાડી ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. જેમાં પૃથ્વી શોની જગ્યાએ શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે મોહમ્મદ શમીની જગ્યાએ મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ટીમ ઇન્ડિયા તરફથી મયંક અગ્રવાલની સાથે શુભમન ગિલ ઓપનિંગ કરશે, ત્યારબાદ ચેતેશ્વર પૂજારા આવશે. ત્યારબાદ કેપ્ટન અજિંક્ય રહાણે બેટિંગમાં આવશે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડરની જવાબદારી હનુમા વિહારી અને રિષભ પંત પર રહેશે. તો રવિન્દ્ર જાડેજા અને આર.અશ્વિન પૂછડિંયા બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરશે.

આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમમાં ત્રણ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ પર રહેશે. જ્યારે આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજા સ્પિનરની ભૂમિકામાં છે.

નોંધનીય છે કે, એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આ ડે-નાઇટ ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયાએ ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. જ્યારે વિરાટ કોહલી ભારત પરત ફર્યો છે. વિરાટ કોહલી લિવ પર છે. વિરાટ કોહલીની જગ્યાએ અજિંક્ય રહાણે બાકીની ત્રણ ટેસ્ટ મેચમાં કેપ્ટન્સીપ કરશે, જ્યારે ચેતેશ્વર પૂજારા વાઇસ કેપ્ટન છે.

ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ (ડેબ્યૂ), ચેતેશ્વર પૂજારા (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ (ડેબ્યૂ).

Leave a Reply

Your email address will not be published.