કોરોના વાયરસના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં આવેલા દેવસ્થાનો અને સ્કૂલ કોલેજ અને હોટેલ 31 મી માર્ચ સુધી બંધ રાખવાનો સ્વૈચ્છિક નિણઁય થયો છે તેમાં 24 કલાક ભક્તોને દર્શન આપતા સોમનાથ દાદા હવે 31મી માર્ચ સુધી કોઈ દર્શન નહીં આપે કારણ કે કોરોનાનો ભય વધુ ફેલાય રહ્યો છે તેના કારણે રાજ્ય સહીત દેશની મહત્વના તમામ સ્થળો પર લોકોની ભીડ એકઠી ના થાય અને કોરોના વાયરસ વધુના ફેલાય તેવા પગલાં ભરવામાં આવી રહ્યા છે કોરોનાના કારણે લોકોના જીવ બચે તેવા પ્રયત્નો સરકાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓ કરી રહી છે ત્યારે વિશ્વમાં આવેલું 12 જ્યોતિલિંગનું પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ 31 મી માર્ચ સુધી દર્શન નહિ આપે કારણ કે સોમનાથ મંદિરે દેશ અને દુનિયા ભરના લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે
તેનાથી કોરોના ફેલાવાની દહેશત છે તેથી મંદિર ટ્રસ્ટ દ્રારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ભક્તોની આસ્થા જળવાઈ રહે અને રોગચાળો પણના ફેલાય અને ભગવાનની ભક્તિ પણ થાય તેવા ઉદેશ સાથે ભગવાન ભોળાનાથ સોમનથ મહાદેવ ના દર્શન ઓન લાઈન કરી શકે તેવી વ્યવસ્થા કરવા માં આવી છે આમ તો શ્રાવણ માસ પછી ભોળાનાથ કૈલાશ માં જતા રહેવાની વાતો સાંભળી જ હશે પરંતુ શ્રાવણ માસ પહેલા ભોળાનાથ મંદિર માં જ રહેતા હોઈ છે અને ભક્તો ને દર્શન આપતા હોઈ છે પરંતુ ભગવાનને પણ મંજુર નહીં હોઈ કે ભક્તોની ભીડ થી કોઈ રોગ ફેલાય એટલે ભગવાન હવે 31 મી માર્ચ સુધી ઓનલાઇન દર્શન આપશે.