//

Breaking News : બિન અનામત સમાજની ચિંતન શિબિર ભાજપ સરકાર પ્રેરિત : કોંગ્રેસ

કોંગ્રેસ બિન અનામત સમાજની ચિંતન બેઠક આજે ગાંધીનગર ખાતે યોજાઈ જેમાં LRD ના વિવાદિત પરિપત્ર બાબતે ચર્ચા થઇ અને પરિપત્રમાં સરકાર કોઈ ફેરફાર કરે તે પહેલા બિન અનામત સમાજના આગેવાનો સાથે ચર્ચા થવી જોઈએ તેવું નિવેદન અપાયું. ગાંધીનગર ખાતે મળેલ ચિંતન બેઠકને લઇ કોંગ્રેસનું મોટું નિવેદન સામે આવ્યું છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આ આંદોલન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકાર પ્રેરિત છે. ખેડૂત સહિતના મૂદ્દાઓને હાંસિયામાં ધકેલવા આ સરકાર કામ કરી રહી છે. સમાજના તમામ લોકોને અન્યાય કરવો તે ભાજપનો એજન્ડા છે સરકાર જાણી જોઈને અન્યાય કરે છે. તમામને મેરીટ મુજબ નોકરી મળે તે જવબદારી રાજ્ય સરકારની છે.

Leave a Reply

Your email address will not be published.