//

Breaking News : કોંગ્રેસ કાયદાથી ભાજપને આપી શકે પછડાટ, ભાજપના 2 ફોર્મ થઇ શકે છે રદ્દ !

ગુજરાત રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી આગામી 26મી માર્ચે યોજવાની છે કોંગ્રેસ અને ભાજપ બન્ને જીત નિશ્ચિતના દાવા વચ્ચે કોંગ્રેસના બે ધારાસભ્યો લાપતા બની ગયા છે ત્યારે હવે કોંગ્રેસે પણ ભાજપને પછાડવાની વ્યૂહ રચના ગોઠવી હોવાના અહેવાલો મળી રહ્યં છે ભાજપના બે ઉમેદવારોના રાજ્યસભાની ચૂંટણીના ફોર્મ ભૂલ ભરેલા હોવાનું સામે આવી રહ્યું છે જો ભાજપના બે ઉમેદવારોના ફોર્મમાં ખરેખર ભૂલ હોઈ તો કોંગ્રેસને બગાસું ખાતા પતાસું મળે તેવી વાત સામે આવી છે ભાજપ કોંગ્રેસને ધોબી પછડાટ આપવા એક પછી એક ધારાસભ્યોને ગમ કરી રહી છે.

તોકાયદામાં માહિર કોંગ્રેસ પણ કઈ કામ નથી કોંગ્રેસ પણ ભાજપના બે ફોર્મ રદ કરાવવા આવતીકાલે ચૂંટણી પાંચ સમક્ષ લેખિત રજૂઆત કરીને વાંધા રજુ કરશે અને બે મોટા માથાના ફોર્મ રદ કરાવવા આકાશ પાતાળ એક કરશે ગત રાજ્યસભાની ચૂંટણી વખતે પણ કોંગ્રેસે હુકમનું પાનું છેલ્લે કાઢ્યું હતુંને અહેમદ પટેલને જીત અપાવી હતી તેવીજ રીતે આ વખતે પણ હુકમનો એક્કો ફેંકીને કોંગ્રેસ મીર મારવાના વેતરણમાં છે હવે જોવાનું એ છે કે ચૂંટણી પંચ ભાજપના બે રાજ્યસભાના ઉમેદવારોના ફોર્મ રદ કરશે કે કોંગ્રેસને ધોડખી પછડાટ આવશે તે આવતીકાલે નક્કી થશે .હાલ તો કોંગ્રેસ કાયદાના નિષ્ણાતોની સલાહ રહી છે જો કાયદાની જોગવાય મજુબ ફોર્મમાં ભૂલ હશે તો ભાજપની પછડાટ નિશ્ચિત છે.

Leave a Reply

Your email address will not be published.