//

Breaking News : અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો, સુરતમાં વધુ એક મોત

કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે અમદાવાદ અને સુરતમાં કેસોમાં વધારો થયો છે. અમદાવાદમાં વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે. 25 વર્ષીય યુવક અને 46 વર્ષનાં યુવકનો કેસ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદના શાહેઆલમ-દુધેશ્વર વિસ્તારનાં બે કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 47 પર પહોંચી છે. માઠા સમાચારએ પણ છે કે સુરતમાં કોરોનાથી વધુ એક 61 વર્ષી મહિલાનું મોત નીપજ્યું છે. ગત મધરાતે ખાનગી હોસ્પિટલમાં આ મહિલાનું મોત થયું છે. સુરતમાં કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. સુરતમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ 14 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published.