/

Breaking News : બિન અનામત સમાજના આગેવાનોની અટકાયત

બિન અનામત વર્ગનું આંદોલન યથાવત છે ત્યારે ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા બિન અનામત આમજના આગેવાનોની અટકાયત કરાઈ છે. દિનેશ બાંભણીયા , પૂર્વીન પટેલ અને રાજ શેખાવતની અટકાયત થઇ છે. અટકાયત થતા આંદોલન કરી રહેલ મહિલાઓના આંખમાં આંસુ પણ આવ્યા છે. બિન અનામત સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી અને મંત્રીઓને રજુઆત કરવા માટે રાજભવન તરફaઆગળ વધી રહ્યા હતા તે સમયે અટકાયત કરાઈ છે.

એલઆરડી વિવાદીત પરિપત્રનો મામલો જયારથી સામે આવ્યો છે ત્યારથી આ મામલે સરકારની ઉંધ ઉડાડી દીધી છે અને આ મુદ્દો સરકાર માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. આજે ગાંધીનગર ખાતે બિન અનામત સમાજની ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં સરકારે ગઇકાલે એલઆરડી પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જે બાબતનો બિન અનામત સમાજના આગેવાનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

જો સરકાર બિન અનામત વર્ગ સાથે કોઇ જ જાતના ચર્ચા વિચારણા કર્યા સિવાય કોઇ પણ પ્રકારનો નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે તો બિન અનામત વર્ગ ઉગ્ર આંદોલનના નગારા વગાડશે તેવી ચિંમકી ચિંતન શિબિરમાં આપવામાં આવી હતી.

ચિંતન શિબિરમાં પટેલ, બ્રાહ્મણ સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં તે સિવાય મહિલાઓ અને યુવતીઓ પણ નજરે પડી હતી. જોકે, પાટીદાર નેતા સી.કે પટેલ, દિનેશ બાંભણીયા, વરૂણ પટેલ, લાલજી પટેલ તેમજ કરણી સેનાના રાજ શેખાવત સહિતના આગેવાનો હવે સરકાર સામે મોરચો માંડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.  

Leave a Reply

Your email address will not be published.