//

Breaking News : અતિથિ ડાઇનિંગ હોલની ગુડવિલ સાથે ચેડા! સમગ્ર મામલો સાઇબર સેલ પહોંચ્યો

SPECIAL STORY :

અમદાવાદ શહેરની “અતિથિ” ડાઇનિંગ હોલના નામે છેતરપિંડીની શરૂઆત થતા અતિથિ ગ્રુપે” પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે , ગુજરાતના સર્વોચ્ય ડાઇનિંગ હોલમાં અમારું “અતિથિ ગ્રુપ” ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે અમારા ગ્રહકોને અમો ઉચ્ચ ક્વોલિટી સ્વાદ અને સુવિધા સાથે કૉન્ટૅટીમાં પીરસવાનો હંમશા પ્રયાસ કર્યો છે પરંતુ કેટલાક વિઘ્ન સંતોષીઓએ અમારી ગુડવિલને હાનિ પહોંચાડવાનો હીન પ્રયાસ કર્યો હોઈ તેવું અમારા ધ્યાને આવેલ છે, અમો ગુજરાતના અમદાવાદ ખાતે અમારા માનવંતા ગ્રાહકો માટે સારી અને સુંદર સુવિધા સાથે સ્વાદ પીરસીએ છીએ અમદાવાદનું “અતિથિ” ડાઇનિંગ હોલએ સર્વોચ્ચ ડાઇનિંગ હોલ છે તેમાં ગુજરાતીઓને ગુજરાતી ભોજનનો સ્વાદ ચખાડી ગુજરાતી હોવાનો અહેસાસ કરવાના હંમેશા પ્રયન્ત કર્યો છે પરંતુ કેટલાક સમયથી કેટલાક લેભાગુ તત્વો એ અમારી ગુડવિલ પર દાગ લગાડવાનો પ્રયાસ કરતા હોવાનું અમારા ધ્યાને આવેલ છે અમો અમારી ક્વોલિટીમાં કે કૉન્ટૅટીમાં કોઈ બાંધછોડ કર્યા નથી જેનો વિશ્વસ અમારા ગ્રાહકો છે પરંતુ તાજેતરમાં સોસિયલ મીડિયાના માધ્યમથી કેટલાક તત્વોએ અમારી ગુડવિલને હાનિ પહોંચાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે “અતિથિ ગ્રુપે’ ગ્રાહકોને જાણ કરતા કહયું કે આપ સોંના સહકારના કારણે “અતિથિ ગ્રુપે” ક્યારેય કોઈ જાહેરખબર આપી નથી ક્યારેય આપવાની જરૂરત પણ ઉભી થયેલ નથી કે આપવાની જરૂર પણ નથી,અમારા નામે કેટલાક લૂખા તત્વોએ અતિથિ ડાઇનિંગ હોલના નામથી ખોટી જાહેરાત બનાવી સોસીયલ મીડિયામાં ફરતી કરી છે જેમાં એક થાળી પર એક થાળી ફ્રીની જાહેરાત કરી છે આવી જાહેરાત “અતિથિ” ડાઇનિંગ હોલ કે “અતિથિ ગ્રુપ” ક્યારેય આપે નહિ અને આપવાની જરૂરત નથી લગતી કારણકે ગ્રાહકોનો વિશ્વાસ જ “અતિથિ ગ્રુપ” માટે સર્વોત્તમ છે અમો માત્ર અમારા ગ્રાહકોને સારો સ્વાદ સુવિધા અને સંતોષ આપવાનો હંમેશા પ્રયાસ કરેલ છે અને કરતા પણ રહેશે અમારાગ્રાહકોને અમે વ્યવસ્થા સાથે સ્વાદ સાથે લાગણી પીરસીએ છીએ તેથી જ અમારું ડાઇનિંગ હોલ સર્વોચ્ચ સ્થાનમાં છે અમોએ અમારા ગ્રાહકોને સર્વોચ્ચ સ્વાદ ઉચ્ચ ગુણવતાનું ભોજન પીરસવાની તત્પરતા દાખવીએ રહ્યા છે જેમાં જેના માટે અમો એ અતિથિ ડાઇનિંગ હોલ ચલાવી રહ્યા છે આજ સુધી ક્યારેય કોઈ ગ્રાહકો એ કે સરકારના કોઈ વિભાગે અમારા ડાઇનિંગ હોલ બાબતે સવાલ ઉઠાવ્યા નથી. અમારા “અતિથિ ગ્રુપ” સામે આજ સુધી કોઈએ આંગળી પણ નથી ચીંધી જેનું એક માત્ર કારણ અમારા ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ છે જે અમો કેળવી રાખ્યો છે અને જે અમે ગ્રાહકો સાથે જાળવી રહ્યા છે.

અમારા સારા વ્યવસાય અને ગુડવિલને લઇને  લોકોને લલચાવવા માટે થઇને સોસીયલ મીડિયા પર ઘણી બધી લોભામણી જાહેરાતો વહેતી થઈ છે જેમાં અતિથિના કુપન ખરીદીના બહાને આપણા ફોનમાં એક ઓટીપી આવે જે તમે તે કુપનમાં નાખતા જ તમારા ખાતા માંથી તમામ રકમ એક અજાણ્યા ખાતામાં જતી રહેછે જે ક્યારેય પાછી ફરતી નથી આવા ચોર આવી તકનો લાભ ઉઠાવી અમારા ગ્રાહકોને લલચાવી અને તેમના ખાતા માંથી તમામ રકમ ચોરી લેતા હોવાનું અમારા ધ્યાને પડ્યું છે કેટલાક ચોર તત્વો એ સોસીયલ મીડિયાના સહારે આવું મસમોટું કૌભાંડ શરૂ કર્યું છે  તેમની સામે અમો કાયદાકીય પગલાં પણ ભરવા માટે ગુજરાત પોલીસના સોસીયલ ડિપાર્ટમેન્ટના સાઇબર સેલ વિભાગમાં ફરિયાદ પણ કરી છે , “અતિથિ ગ્રુપ” દ્રારા જે ભોજન પીરસવામાં આવે છે તે એક માત્ર ગુજરાતના અમદાવાદની પ્રખ્યાત ડાઇનિંગ હોલ જ પીરસી શકે તેથી અમારા ગ્રાહકોના વિશ્વાસ નો ફાયદો ઉઠાવી  આવા ઠગ લોકોએ કારસ્તાન કર્યું હોઈ તેવું અમારા ધ્યાનમાં આવેલ છે જેમની સામે અમો કડક હાથે કામ લીધેલ છે  હાલ જે સોસીયલ મીડિયામાં જે જાહેરાત ફરી રહી છે તે “અતિથિ ગ્રુપ” આપેલ નથી અમો અમારી ગુડવિલ સાથે કોઈ બાંધછોડ કરેલ નથી કે કરવા માંગતા નથી અમો અમારા ગ્રાહકો ને કોઈ લોભામણી જાહેરાતમાં ના આવવા નમ્ર વિંનતી કરી એ છે તેમજ ફક્ત માત્ર “અતિથિ” જ નહીં ઘણા બધા ડાઇનિંગ હોલ કે અન્ય કોઈપણ પ્રકાર ની લોભામણી વાતોમાં સાવચેત કરી એ છે.

તાજેતરમાં જે સોસીયલ મીડિયામાં જે જાહેરાત ફરી રહી છે તે જાહેરાત ઉપજાવી કાઢેલી છે તેની સાથે અતિથિ ગ્રુપને કોઈ લેવાદેવા નથી હા અમો અમારા તમામ ગ્રાહકો માટે વ્યવસ્થા સાથે લાગણી પીરસીએ છીએ અને પિરસરતા રહીશું તેવો તમામ ગ્રાહકોને વિશ્વાસ આપી એ છે  અને સાથે આવી લોભામણી જાહેરાતોથી સાવચેત રહેવા જાગૃત કરીએ છે.

“અતિથિ ગ્રુપ” અને “અતિથિ ડાઇનિંગ હોલ” સરકારના નિષ્ણાતોની મદદ લઇ અમારા તમામ ગ્રાહકો માટે થઇને અમો પોલીસ ફરિયાદ પણ કરી છે અતિથિ ગ્રુપ અતિથિ દેવો ભવને સૂત્ર સાર્થક કરી ગ્રાહકોને હંમેશા ખુશ કરેલ છે અને કરતા પણ રહેશે તેવું ગ્રુપના મેનેજર શ્રી અરવિંદ ઠક્કર એ સમાચારવાલાની સાથેની વાત માં જણાવ્યું હતું અને સમાચારવાલાના માધ્યમથી જાગૃત થવા અને આવા ચોરથી બચવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published.