/

Breaking News : LRD પરિપત્ર કોઈ પણ સંજોગોમાં રદ્દ થવો જોઈએ નહિ : વરૂણ પટેલ

LRD વિવાદિત પરિપત્ર મામલો દિવસે દિવસે ગૂંચવાય રહ્યો છે. ગઈકાલે પરિપત્રમાં સુધારો થશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે જો કે જાહેરાતની સાથે જ ગાંધીનગરમાં આજે બિન અનામત વર્ગની બેઠક મળવા જઈ રહી છે. જેમાં ભાજપ નેતા વરુણ પટેલ પહોંચ્યા છે.

વરુણ પટેલે જણાવ્યું હતું કે LRD પરિપત્ર કોઈ પણ સંજોગોમાં રદ્દ થવો જોઈએ નહિ પરિપત્રમાં સુધારામાં કોર્ટનું જજમેન્ટ છે તે સરકાર ધ્યાન રાખે. બિન અનામત વર્ગની મારી બેહનોને કોઈ પણ જાતનો અન્યાય ન થાય તેનું સરકાર ધ્યાન રાખે. સરકારને આડકતરી રીતે ઈસરો કરતા વરૂણ પટેલે કહ્યું કે કોઈ પણ આમાં રાજનીતિ ન કરે અને કરશે તો પરિવર્તન લાવતા અમને પણ આવડે છે. બીજા વર્ગનોના નેતા સમાજનો અવાજ સરકાર સુધી પહોંચાડતા હોય તો મારી પણ જવાબદારી છે જે કરવું પડે તે બધું કરીશ.

Leave a Reply

Your email address will not be published.