/

Breaking News : નારી તું નારાયણી : અંતે સરકાર ઝુકી LRD વિવાદિત પરિપત્રમાં થશે સુધારો

એલઆરડી મામલે સરકાર પરિપત્ર રદ્દ કરશે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી એલઆરડી ભરતી પ્રકિયાને પરિપત્ર રદ્દ કરવા મામલે મહિલાઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે. અનેક ધારાસભ્યો અને રાજકીય આગેવાનોએ પણ સરકારને આ મામલે અનેક રજુઆતો કરી છે. ત્યારે સરકાર હવે આળસ મરડીને જાગી છે અને આંદોલનનો અંત આવે એવા એંધાણ વર્તાઇ રહ્યા છે. સરકારે ગત ૨૦૧૮નો પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય લેવાનું નક્કી કરતા એસ.સી, એસ.ટી, ઓબીસી સમાજે રાહતનો શ્વાસ લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨ માસ કરતા વધારે સમયથી અલગ-અલગ ગામોથી અને જિલ્લાઓમાંથી લોકરક્ષક ભળતી દળની પ્રકિયામાં થયેલી ગેરરીતી મામલે લડત ચાલતી હતી. આ લડત ગાંધીચિંધ્યા માર્ગે ગાંધીનગરમાં પણ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી હતી. જેનું આજે સફળ પરીણામ મળયુ છે. હવે જોવાનું છે કે, સરકાર આ પરિપત્ર રદ્દ કરી એસ.સી, એસ.ટી, અને ઓબીસી સમાજને કયારે ન્યાય આપશે. હાલ તો સરકારે ૨૦૧૮માં પરિપત્ર રદ્દ કરવાની જાહેરાત કરી આંદોલનનો અંત આણયો છે. 

Leave a Reply

Your email address will not be published.