//

Breaking News : સુરતમાં પણ ખાનગી વાહનો પર પ્રતિબંધ, અમદાવાદ બાદ સુરત પોલીસ કમિશ્નરનો નિર્ણય

કોરોનાના કહેર વચ્ચે સુરતીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં પણ ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાને લઇ સૌથી મોટો નિર્ણય અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ગઈકાલે લેવામાં આવ્યો હતો. અને આજથી અમદાવાદમાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે હવે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં, ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મીડિયા, એમ્બ્યુલન્સ, ફાયર સહિતની જરૂરી સેવાના વાહનો જ ચાલશે. અમદાવાદ પોલીસ દ્વારા બહાર પાડેલ જાહેરનામામાં 14 એપ્રિલ સુધી વાહનો પર પ્રતિબંધ લગાવાયો છે. જો ખાનગી વાહનો રોડ પર નજરે પડશે તો ખાનગી વાહનોને પોલીસ કરાશે ડીટેઈન.

Leave a Reply

Your email address will not be published.