/

Breaking News : રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો ! જાણો ભાજપના ક્યાં ધારાસભ્ય થયા ગાયબ

રાજ્યસભાની ચૂંટણી જોરદાર રોમાંચિત બનતી જાય છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજ્યસભાની ચૂંટણીમાં સીધા જંગ વચ્ચે અત્યાર સુધી ભાજપ માટે સારા સમાચાર સતત આવતા રહ્યા છે અને કોંગ્રેસ માટે માઠા સમાચાર જ આવ્યા છે પણ હવે કોંગ્રેસ માટે રાહતના સમાચાર તો નહિ પણ ભાજપ માં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી શંકરસિંહ વાઘેલાને ઇશારે ક્રોસ વોટીંગ કરી શકે છે તેવા સમાચાર વાયુવેગે ફરી રહ્યા છે.

મહત્વની વાત છે કે જયારે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં હતા ત્યારે સી.કે રાઉલજી ઓન કોંગ્રેસમાં જ હતા અને શંકરસિંહના જૂથના સીકે રાઉલજી ધારાસભ્ય ગણવામાં આવતા હતા. ત્યારે આ સમાચાર આવતા ભાજપની ચિંતામાં વધારો થયો છે સી.કે રાઉલજીનો સંપર્ક કરતા તેના મોબાઈલ પણ બંધ આવી રહ્યા છે ત્યારે આ ઘટના બની તો સિસ્ટબધ ગણાતી પાર્ટીની શિસ્તની સાથે એક બેઠક પણ તુટસે.

Leave a Reply

Your email address will not be published.