/

Breaking News : જુગલજી ઠાકોર માટે રાહતના સમાચાર કોંગ્રેસને ઝટકો

વિદેશ રાજ્યમંત્રી એસ.જયશંકર અને રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરની રાજ્યસભા જીતને પડકારતી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં બંનેની જીતને પડકારતી 3 ઇલેકશન પિટીશન ફગાવી દીધી છે. આમ હાઈકોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં બંનેની જીત પર મહોર મારી દીધી છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવાર અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની અરજીઓ ફગાવી છે.

જુગલજી ઠાકોર માટે પણ ચોક્કસથી રાહતના સમાચાર કારણકે વર્ષોથી સક્રિય રાજનીતિમાં રહેલ પહેલી વખત રાજ્યસભામાં પહોંચ્યા છે ત્યારે હાઇકોર્ટના આ નિર્ણયથી જુગલજી ઠાકોરના સમર્થકોમાં ખુશીની લેહર છવાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.