કોરોના સામે લડવા સરકાર દ્વારા રોજબરોજ જુદ-જુદા સૂચનો અને પગલાં લેવાઈ રહ્યા છે. વડપ્રધાન મોદીએ કોરોનાની ચેઈન તોડવા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે છતા રાજકોટમાં હરખઘેલાઓ પગ વાળીને ઘરમાં બેસતા નથી. તો શંકાસ્પદ વ્યક્તિઓ કે જેમને હોમ કોરન્ટાઈન હેઠળ રખાયા છે તેઓ પણ બેજવાબદાર બની રહ્યા છે જેના કારણે રાજકોટ પોલીસ તંત્ર કડક પગલાં લેવા મજબૂર બન્યું છે. રાજકોટ પોલીસ ડિઝિટલ સિસ્ટમ દ્વારા હોમ કોર્નટાઈન કરાયેલા વ્યક્તિઓ બાજ નજર રાખી રહી છે.. રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા સેફ રાજકોટ, સેફ ગુજરાત નામની એપ્લિકેશ લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન અંતર્ગત કોરન્ટાઈન કરાયેલા દરેક વ્યક્તિના મોબાઈલમાં એપ્લિકેશનની લીંક આપવામાં આવી છે જેની મદદથી હોમ કોરન્ટાઈન કરાયેલા વ્યક્તિઓને દર બે કલાકે લોકેશન તેમજ ફોટો અપલોડ કરવાનો રહેશે. જો કોઈ કોમ કોરન્ટાઈન કરેલ વ્યક્તિ પોતાનું સ્થાન છોડી બીજે જશે તો પોલીસ દ્વ્રારા કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસ દ્વારા આધુનિક રીતે ડ્રોનથી પર નજર રાખવામાં આવી રહી છે.. તો રાજકોટમાં આશરે 568 વ્યક્તિઓ હોમ કોરન્ટાઈન હેઠળ છે.
શું ખબર...?