/

Breaking News : કોરોનાથી અમદાવાદમાં પહેલું મોત

કોરોનાના કારણે અમદાવાદમાં પ્રથમ દર્દીનું મોત થયું છે. સુરત બાદ ગુજરાતમાં અમદાવાદના એક દર્દીનું મોત થતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના બે દર્દીઓના મોત થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 85 વર્ષના વૃદ્ધાનું મોત થયું છે. આ વૃદ્ધ મક્કા મદિનાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

મહત્વની વાત છે કે ગુજરાતમાં કૉરોનાનો કહેર યથાવત છે ત્યારે રાજકોટથી વધુ એક કેસ પોઝિટવ આવતા રાજ્યમાં કુલ 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે રાજકોટમાં કૉરોનાંથી પીડાતા કુલ 4 દર્દીઓ થયા છે. તો બુધવારે નોધાયેલા ત્રણ પોઝિટિવ કેસમાંથી એક અમદાવાદના છે જે દુબઇના પ્રવાસથી પરત ફર્યા છે અને બીજો કેસ વડોદરાનો છે.. જ્યારે ૧૫ હજાર ૪૬૮ વિદેશી સહિત 1 કરોડથી વધુ લોકોનો સર્વે કરાયો છે જેમાંથી 50માં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે તેમજ હાલ ૨૦ હજારથી વધુ નાગરીકો કોરોનટાઈન હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published.