
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝર વિસ્તારમાં ખેત મજૂરી કામે આવેલા યુવક બે ત્રણ દિવસ થી ગમ હતો જેની આજે બે હાથ પાછળના ભાગે બાંધેલી હાલતમાં પથ્થર સાથે બાંધેલી હાલતમાં લાસનો કુવા માંથી મળી આવી હતી આ લાસ આદિવાસી યુવકની હોવાની ઓળખ થયેલ છે .ધોરાજીના ઝાંઝર સિમ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂત અમૃતભાઈ વાછાણીના ખેતરના કુવા માંથી આજે એક લાશ મળી હતી જેના બન્ને હાથ પાછળ બાંધી પથ્થર સાથે બાંધીને કોઈએ આદિવાસી યુવકને કુવા માફેકી દીધો હોવાનું હાલ અનુમાન લગાવૈ રહ્યું છે મૃતકના સાથીદારે જ હત્યા કરી હોવાનું લોકો માની રહ્યા છે કારણ કે મૃતક તેમના સાથીદારના પત્નીના પ્રેમમાં હોવાનું મનાઈ રહ્યું છે જેના કારણે જ સાથીદારે જ આદિવાસી યુવકની કુવામાં ફેંકી હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે જોકે પોલીસે હાલ મુર્તકના સાથીદારને શંકાના આધારે ડિટેઇન કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે મૃતકનું નામ છે કમલસિંહ નામનો હોવાનું બહાર આવ્યું છે.