ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદીએ ગત મોડી રાતથી દેશને લોક ડાઉંન કરવાના આદેશ આપ્યા બાદ આજે રાજ્ય સરકારે તેમાં થોડા ફેરફાર કરી અનાજ અને કઠોળ એ આવશ્યક ચીજ વસ્તુમાં ગણાતી હોવાથી અને જીવન જરૃરી હોવાથી રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડ શરૃ કરવા આદેશ આપ્યા છે અનાજનો જથ્થો ઉપલબ્ધ રહે અને લોકોને ખાદ્ય વસ્તુની જરૂર પડે તેના માટે સરકારે તાકીદે નિર્ણય લઇ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાની જાહેરાત કરી છે માર્કેટિંગ યાર્ડના ગોડાઉનનો જથ્થો ઉપલબ્ધ હોઈ અને કરિયાણાની દુકાનમાં પહોંચે અને લોકો ભૂખ્યાના રહે તેવા હેતુથી રાજ્ય સરકારે આદેશ આપી માર્કેટિંગ યાર્ડ શરૂ કરવા જણાવેલ છે જોકે 11 દિવસ માટે યાર્ડ બંદ રાખવાની સૂચના બાદ આજે ફરી નિર્ણય લેવાયો છે અનાજ કઠોળના વ્યાપારીઓ યાર્ડ માંથી કઠોળ અને અનાજ નો જથ્થો મેળવી શકે અને વેચાણ કરી શકશે.
શું ખબર...?
ડ્રગ્સકાંડ: બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલને ત્યાં NCBના દરોડાનાયબ મુખ્યપ્રધાન વિરૂદ્ધ ગાંધીનગરમાં દેખાવો, પોલીસે કરી અટકાયતગાંધીનગરમાં ડ્રેનેજની સાફસફાઈ માટે વિકસાવાયું 38 લાખનું અત્યાધુનિક રોબોટદિવાળી ભેટ : PM મોદીએ કાશીમાં 614 કરોડની યોજનાઓનો કર્યો શિલાન્યાસસુરતમાં બ્રાન્ડેડની આડમાં ડુપ્લિકેટ ફૂટવેર વેચનાર દુકાનોમાં CIDના દરોડા
Breaking News : રાજ્યમાં લોકડાઉન દરમિયાન માર્કેટિંગ યાર્ડ શરૂ કરવા આદેશ
