//

Breaking News : કોરોનાની કપરી પરિસ્થિતિમાં માનવજાતના હિતમાં મોતને આમંત્રણ આપવા જેવું મારી ટીમ કામ કરવા તૈયાર : પ્રવિણ રામ

હાલની ગંભીર બનતી જતી પરિસ્થિતિમાં દેશ અને દુનિયાના ડોકટરો મીડિયા અને સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાના જીવ જોખમમાં મૂકી પરિવારની પરવા કર્યા વગર કોરોના કહેર સામે લોકોને જાગૃત કરી રહ્યા છે ભગવાનને પ્રાર્થના કર્યું છે કે જલ્દીથીઆ મહામારી અટકાવી દે કોઈ અઘટિત ઘટના બને ત્યારે પ્રવીણ રામ પ્રમુખ જન અધિકારી મંચે પોતાની પહેલ કરી છે પોતે એક પત્ર લખી સરકારને મદદની જરૂર પડે ત્યારે પોતાની ટીમ સાથે ખડે પગે કોઈ પણ કામ કરવાની તૈયારી દર્શવિ છે  પ્રવીણ રામે એક વિડીયોના માધ્યમથી જણાવેલ છે કે આવી મહામારીમાં કોઈ પણ કામ કરવુંએ મોતને આમંત્રણ આપવા જેવું છે

છતાં લોકોના જીવ બચાવવા અમારો જીવ જોખમમાં મૂકી પ્રયાસ કરવાની તૈયારી દર્શાવી છે વધુમાં જણાવેલ કે ઇટલી જેવા દેશ પણ આરોગ્યની બાબતમાં નિષ્ફળ ગયા છે ત્યારે આપણો ભારત દેશ સખ્ત પરિશ્રમ કરી રહ્યો છે તેમાં મીડિયા,પોલીસ,ડોકટરો સરકારી કર્મચારીઓને સલામ કરે છે વધુ માં ઉમેર્યું  હતું કે સરકારે હાલના તબબકે સેકન્ડ કેડર તરીકે પેરામૅડિકલ સ્ટાફને તૈયાર કરી ટ્રેનિંગ પણ આપવી જોઈએ તેથી લોકો ના જીવ બચાવવામાં થોડી આશાની રહે 

Leave a Reply

Your email address will not be published.