///

Breaking News : લોકડાઉનને પગલે પોરબંદરના 18 યુવાનો કર્ણાટકમાં ફસાયા

પોરબંદર જિલ્લાના 18 જેટલા યુવાનો કોરોના વાઇરસને કારણે કર્ણાટકમાં ફસાયા છે. આ ઉપરાંત ભાવનગર અને બનાસકાંઠા જીલ્લાના યુવાનો પણ કર્ણાટકમાં ફસાયા છે. રાજય સરકારના પ્રોજેક્ટ સક્ષમ અંતર્ગત આ યુવાનો ફેબ્રુઆરી માસમાં તાલીમ માટે કર્ણાટક ગયા હતા. હાલ કોરોના વાઇરસને કારણે તમામ યુવાનો ફસાયા છે યુવાનોને સમયસર જમવાનું મળતું નથી. કોઈ અધિકારીઓ યુવાનોની વાત સાંભળવા તૈયાર નથી. યુવાનોને પોતાના વતન પરત ફરવાની વ્યવસ્થા સરકાર કરે તેવી યુવાનોની માંગ સોસીયલ મીડિયા માં વિડિઓ વાઇરલ કરી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.