/

Breaking News : કોરોનાના રાજકોટના નવા 3 કેસ, કુલ આંકડો 47 પોઝિટિવ કેસ

સમગ્ર દેશ લોકડાઉનની સ્થિતિમાં છે ત્યારે રાજકોટમાં કોરોનાનાવધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છએ.. દેશમાં કોરોના વાયરસના કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાથી પીડાતા દર્દીઓની સંખ્યા વધીને 47 થઈ છે.. જે ગુજરાતની જનતા માટે માઠા સમાચાર છે. અગ્ર આરોગ્ય સચિવ જ્યંતિ રવિએ કેસની પુષ્ટિ કરી છે જેમાં નોંધાયેલા 3 પોઝિટિવ કેસમાંથી 37 વર્ષના પુરુષ જે વિદેશ પ્રવાસથી પરત આવ્યા છે બીજા 39 વર્ષની પુરષને અને 33 વર્ષની મહિલાને લોકલ કોન્ટેકટથી ચેપ લાગ્યો છે.. તો પોઝિટિવ કેસમાં વધારો થતા રાજકોટમાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 8 થયો છે સાથેજ ગુજરાતમાં કોરોનાના કેસનો આંક 47 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે સવારે ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા હતા કે 12 કલાકમાં રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો પરંતુ સાંજે રાજકોટમાં ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં બે પુરુષ સહિત એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

Leave a Reply

Your email address will not be published.