
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020-21 નું રૂ. 2 લાખ 17 કરોડ નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસએ આ બજેટને જનતાની આશા વગરનું ગણાવ્યું છે કોંગ્રેસમા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બજેટને માત્ર જાહેરાત ગણાવી હતી અને પ્રહાર કરતા જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા મત લેવા આ મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે ખેડૂતો પાકવિમા માટે લડતા હતા તે વાત કરવાને બદલે અન્ય વાતો લઈને આવી છે સરકાર તો હજુ પણ ખેડૂતોના ખેતરમા પાણી ક્યારે પહોંચશે તે બજેટમા કહેવામાં આવ્યું નથી. ભાજપના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈએ ઝુંપડા ઓનો સર્વે કર્યો હતો ત્યારે આજે બજેટમા જોઈએ તો 2022 સુધી 3 લાખ આવાસો બનાવી ને જાહેરાત કરે છે પણ જરૂરી 50 લાખ આવાસની જરુંર છે. તો લારી ગલ્લા પાથરણા વડાઓ કેસરી ભગવાની છત્રી આપીને મત લેવાની વાત કરે છે. શિક્ષણની વાત કરીએ તો 25 વર્ષની શાસન બાદ આજે સરકારને ભાન થયું છે..સ્કૂલ ઓફ એક્સલસમા સ્કૂલોને સમવાની વાત કરવામાં આવી છે પણ ગામડાની 18 હજાર સ્કૂલોનું શુ થશે.