//

બજેટ ૨૦૨૦ : પશુપાલકોને બજેટથી થશે ફાયદો જાણો !!

આજે વિધાનસભાના બજેટ સત્રમાં પશુપાલન માટે ૫૩૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી પશુદાન સહાય યોજના, ગાયો માટે કાર્યરત પાંજળાપોળોને અપગેડ કરવા માટે યોજના, નિઃશપલ્ક પશપ સારવાર યોજના, કરુણા એમ્બયુલન્સ માટે ફાળવણી જેવી પશુપાલનને લગતી યોજનાઓ રજુ કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ રકમોની જોગવાઇ કરવામાં આવી છે.
વિધાનસભામાં પશુપાલન ઉધાગ માટે કેટલા કરોડ ફાળવયા?
૧. મુખ્યમંત્રી પશુદાન સહાય યોજના અંતર્ગત કોઇ પણ એક પશુ માટે પશુના વિયાણ દરમિયાન ૧ મહિના માટે ૧૫૦ કિલોગ્રામ પશુદાનની ખરીદી માટે ૫૦ ટકા રકમની સહાય કરવામાં આવશે. જેની ૨૦૦ કરોડની જોગવાઇ કરી છે.
૨. ગાયોની સંભાળ માટે પાંજળાપોળના માધ્યમથી રાજયમાં કાર્યરત સંસ્થાઓને સહાપ આપવા ગાયો માટે શેડ, ધાસચાળાના સંગ્રહમાટે, ગોડાઉન, પાણી માટે ટયુબવેલની સુવિધા, સોલાર રૃફ ટોપની સ્થાપના, ધાસચાળાનાં પ્લોટમાં મોઇક્રોઇરીગેશન, સ્પ્રીકલર જેવી સુવિધાઓના લાભ માટે ૧૦૦ કરોડની જોગવાઇ કરી છે.
૩. પશુ પાલકોને ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ અંતર્ગત ૮૧ કરોડની જોગવાઇ કરી છે.
૪. રાજયભરનાં પશુ દવાખાનાની સેવાઓ માટે ૩૫ કરોડની જોગવાઇ કરી છે.
૫. પશુ સારવાર સંસ્થાઓ અને ધનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓના બાંધકામ તેમજ મરામત માટે ૩૨ કરોડની જોગવાઇ કરી છે.
૬. મુખ્યમંત્રી નિઃશુલ્ક સારવાર યોજના માટે ૨૭ કરોડની જોગવાઇ કરી છે.
૭. પશુઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ ૧૯૬૨ની સેવા ૩૧ રાજયોમાં શરૃ કરવામાં આવી છે. જેના માટે ૧૩ કરોડની જોગવાઇ કરી છે.

Leave a Reply

Your email address will not be published.