///

બજેટ ૨૦૨૦ઃ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ માટે કેવી કરાઇ જાહેરાતો જાણો

શિક્ષણ વિભાગ માટે વિધાનસભા નાણાકીય બજેટમાં ૩૧,૯૫૫ કરોડની જોગવાઇ કરી છે. જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ માટે ૨,૯૬૩ કરોડ રૂપિયાની જોગવાઇ રજુ થઇ છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગમાં સ્કુલ ઓફ એકસલન્સ, વર્ગખંડોનું બાંધકામ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ગુજરાત સ્કુલ કવોલિટી એક્રેડીશન કાઉન્સીલર, સંગમ યોજના, રાઇટ ટુ એજયુકેશન, જ્ઞાનકુંજ સવલત, કસ્તુરબા ગાંધી વિધાલય રેસીડેન્સીયલ, દિવ્યાંગ બાળકો માટે દશ્ય શ્રાવક સાધનો માટે, નવુ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માટે પ્રાથમિક અને માધ્યમિક વિભાગું ૨,૯૬૩ કરોડનું બજેટ રજુ થયુ હતું.

જાણો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને લગતી યાજ્નાઓ

 1. રાજયની સરકારી શાળાઓમાં ૫૦૦ શાળાઓને સ્કુલ ઓફ એકસલન્સ તરીકે વિકસાવી તમામ અધતન માળખાકીય સુવિધાઓ, સ્માર્ટ કલાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ, અને રમત ગમતની સુવિધાઓ પૂરી પાડવા ૨૫૦ કરોડની જોગવાઇ કરી છે.
 2. પ્રાથમિક શાળાઓનાં નવા ૭૦૦૦ વર્ગખંડનાં બાંધકામ માટે ૬૫૦ કરોડની જોગવાઇ કરી છે.
 3. શિક્ષકોની ઓનલાઇન રિયલ ટાઇમ મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ સુદઢ બનાવવા ૧૮૮ કરોડની જોગવાઇ કરી છે.
 4. ગુજરાત સ્કુલ કવોલિટી એકડીટેશન કાઉન્સીલ માટે ૫ કરોડની જોગવાઇ કરી છે.
 5. ધોરણ ૧થી ૮ના આશરે ૪૩ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે ૯૭૦ કરોડની જોગવાઇ કરી છે.
 6. સાત જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૪૦૪ મધ્યાહન કેન્દ્વોમાં કિચન શેડ બનાવવામાં ૧૦ કરોડની જોગવાઇ કરી છે.
 7. રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા ૪.૨૨ લાખ વિધાર્થીઓને સહાય આપવા ૫૫૦ કરોડની જોગવાઇ કરી છે.
 8. પ્રાથમિક શાળામાં વર્ચુઅલ કલાસરૂમ અને જ્ઞાનકુંજ સવલત ઉભી કરવા ૧૨૫ કરોડની જોગવાઇ કરી છે.
 9. કસ્તુરબા ગાંધી વિધાલયમાં અયાસ કરતી ૨૨,૦૦૦ કન્યાઓ માટે વિના મૂલ્યે રહેવા જમવા માટે ૮૫ કરોડની જોગવાઇ કરી છે.
 10. સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૧.૫૦ લાખ બાળકોના પરિવહન માટે ૬૬ કરોડની જોગવાઇ કરી છે.
 11. સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૧,૨૨,૪૫૦ દિવ્યાંગ બાળકો માટે દશ્ય સાધનો પુરા પાડવા ૫૦ કરોડની જોગવાઇ કરી છે.
 12. વ્યારા ખાતે નવુ જિલ્લા શિક્ષણ બોર્ડ અને તાલીમ ભવન બાંધવા માટે ૪ કરોડની જોગવાઇ કરી છે. 

Leave a Reply

Your email address will not be published.