///

બજેટ 2020 : બજેટ પર બબાલ ધાનાણીએ બજેટને લઇ ઉઠાવ્યા સવાલો

આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજુ કર્યું હતું જે બજેટને લઇને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સવાલો કર્યા હતા સરકાર આવકના સ્ત્રોત જોયા વગર પુરાંતવાળું બજેટ કઈ રીતે વિકાસલક્ષી બજેટ છે ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા ધાનાણીએ જણાવ્યું હતું કે આવક આવશે ક્યાંથી તે સવાલ છે.

બજેટ રજૂ થયું છે જેમાં સાબિત થયું છે કે GSTની માયાજાળ છે. જેમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ઊભા થવામાં તકલીફ ઊભી કરશે. મોંઘવારી દર ઘટશે તેમ નથી લાગતું. નવી શાળા કે કોલેજ ખોલવામાં સરકારની ઉદાસીનતા છે. મહિલાને લગતી યોજના અંગે ઉદાસિનતા જોવા મળી છે. સંઘર્ષ કરતાં ખેડૂતોને લાલ લાઈટ બતાવી છે.સંપુર્ણ દેવા માફીની અપેક્ષા ઠગારી નીવડી છે. પાક વીમા યોજનાને મરજીયાત બનાવી ખેડૂતોને ભગવાન ભરોસે છોડી દીધા છે.મંદીનો સામનો કરતાં ગુજરાતના ગ્રોથ એન્જીનને અટકાવશે.

સંઘર્ષ કરતા ખેડૂતોની ધાનાણીએ ચિંતા કરી છે અને રાજ્યના ઉદ્યોગો પર માઠી અસર થશે આજનું જે બજેટ છે તેમાં કોઈ ખાસ વાત નથી અને ગુજરાતના વિધાર્થીઓના ઉચ્ચ આભાસ માટે કોઈ નવી સરકારી શાળા કે કોલેજની પણ વાત નથી કરી તેમ કહીને બજેટની જે આશા હતી તે સંપૂર્ણ ઠગારી હોઈ તેવું લાગે છે ખેડૂતો અને ગુજરાતની જનતાને આજના બજેટથી કોઈ લાભ મળે તેવું કોઈ સ્પષ્ટ થતું નથી.

Leave a Reply

Your email address will not be published.