///

બજેટ 2020 : નીતિન પટેલે ખેડૂતો માટે લ્હાણી જાણો આ બજેટમાં ખેડૂતોને કેટલા લાભ અપાય!!

ખેડુતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને વિધાનસભાનાં બજેટ સત્રમાં  વિધાનસભાના નાણાકીય બજેટમાં કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૭૪૨૩ કરોડની જોગવાઇ કરી છે. ખેડુતો માટે કૃષિ સહાય પેકેજ ૩૭૯૫ કરોડનું જાહેર કર્યુ છે. કમોસમી વરસાદ અને વધુ વરસાદના કારણે કૃષિ સહાય પેકેજ ૩૭૯૫ કરોડનું રજુ કર્યુ છે. પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જોગવાઇ કરી છે. આ યોજનામાં દેશનાં દરેક ખેડુતને વાર્ષિક ૬૦૦૦ રૃપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી ૧ વર્ષમાં ગુજરાતના આશરે ૪૮ લાખ ખેડુતોને તેમના બેન્કના ખાતામાં ૩૧૮૬ કરોડ પ્રાપ્તપ્ત કર્યા છે.

વિધાનસભામાં ખેડુતો માટે પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજના, કૃષિ સહાય પેકેજ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કૃષિ આંત્રિકીકરણ, પ્રાકૃતિક ખેતી અંગેની યોજના, કિસાન રેલ અને ઉડાણ યોજના, ખાતેદાર ખેડુત અકસ્માત યોજના, કિસાન પરિવહન જેવી મહત્વની યોજનાઓ ખેડુતો માટે જાહેર કરી છે.

જગતના તાત ખેડુત માટે કેટલા કરોડની યોજનાઓ બજેટમાં રજુ થઇ
૧. ગુજરાતનાં ખેડુતોને 0% વ્યાજ દરે વ્યાજ રહિત પાક ધિરામ પર મેળવે છે. જે માટે ૧૦૦ કરોડની જોગવાઇ કરી છે.
૨. ખેડુતો માટે પાક વિમો મરજીયાત કરાયો છે. પરંતુ જો જે ખેડુતો પાક વિમો લેવા ઇચ્છતા હોય તેમના માટે સરકારે પાક વીમા પ્રિમિયમ ભરવા ૧૧૯૦ કરોડની જોગવાઇ કરી છે.
૩. કૃષિ અને સંલગ્ર ક્ષેત્રોમાં જુદા-જુદા પ્રોજેકટ માટે ૩૦૦ કરોડની જોગવાઇ કરી છે.
૪. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના  અંતર્ગત ખેડુતોનાં ખેતરમાં નાના ગોડાઉન, ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે ૩૦૦૦૦ હજારની સહાય આપવામાં આવશે અને સ્ટ્રકચરનાં બાંધકામ માટે એન.એની મંજુરીથી મુકિત આપવામાં આવશે. ૩૦૦ કરોડની જોગવાઇ કરી છે.
૫. કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ૨૯૦૦૦ હજાર ખેડુતોને ટ્રેકટર દીઠ ૪૫,૦૦૦થી ૬૦૦૦૦ હજારની સહાય આપવામાં આવશે. તેમાં ૩૨,૦૦૦ ખેડુતોને ઓજારોની ખરીદીમાં સહાય માટે ૨૩૫ કરોડની જોગવાઇ કરી છે.
૬. ગુજરાતનાં ખેડુતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે તે માટે ખેડુતને ગાય દીઠ ખર્ચ રૃપિયા ૯૦૦ આપવામાં આવશે. અને વાર્ષિક ૧૦,૮૦૦ સહાય આપવામાં આવશે. જેનાં માટે ૫૦૦૦૦ ખેડુતોને માટે ૫૦ કરોડની જોગવાઇ કરી
૭. કિસાન રેલ અને ઉડાન યોજના દ્વારા ખેડુતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે ૫૦ હજારથી ૭૫ હજાર સહાય આપવામાં આવશે. જેની ૧૦ કરોડની જોગવાઇ કરી છે.
૮. રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન હેઠળ ધઉં, ચોખા, કઠોળ બરછટ, અનાજ, કપાસ, શેરડી તથા તેલીબિયાના પાકના ઉત્યાદનમાં વૃદ્વિ માટે ૮૭ કરોડની જોગવાઇ કરી છે.
૯. ખાતેદાર ખેડુત વીમા યોજના ખેડુત અકસ્માત વીમા યોજના હેઠળ ૭૨ કરોડની જોગવાઇ જાહેર કરી છે.
૧૦. એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા ૩૪ કરોડની જોગવાઇ કરી છે.
૧૧. દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રી કલચર યુનિવર્સિટી પંચમહાલના હાલોલ ખાતે સ્થાપવા માટે ૧૨ કરોડની જોગવાઇ રજુ કરી છે.
૧૨. ખેડુતોના ખેત ઉત્પાદનો રેલ્વે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા ૧૦ કરોડની જોગવાઇ કરી છે.

Leave a Reply

Your email address will not be published.