નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટમાં અલગ-અલગ સેકટર્સ માટે અનેક જાહેરાતો કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઠવાડિયાએ જણાવ્યું કે બજેટની સ્પીચ માત્ર ઐતીહાસીક છે. પણ આ બજેટને લોકો ઇતીહાસમા લોકો નેગેટીવીટી સાથે જોશે.સરકારે યુવાઓને રોજગારી આપવાની વાત કરી હતી. પણ હકિકત એ છે બેરોજગારી ચરમસીમા પર છે. ખેડુતોની આવક બમણી કરવાની વાત વચ્ચે આવક અડધી થય ગઈ છે. બજેટ આશાઓ પર પાણી ફેરવનાર નિરાશાજનક બાબત છે.

વધુમાં મોઢવાડિયાએ કહ્યું કે PPP સ્કીમ હેઠળ સરકારી ક્ષેત્રોનુ ખાનગીકરણ કરવાની દિશા આ બજેટના નક્કી કરવામા આવી છે. ૧૦૦ વર્ષ કરતા જુના ભારતીય રેલ્વેને પણ આવનારા સમયમા વહેચવાનો સરકારે પ્લાન ધડી નાખ્યો એવુ દેખાઈ રહયું છે..LIC જેવી સરકારી કંપનીનો ખાનગીકરણ કરીને પબ્લિક સેક્ટર યુનીટ વેચવાનુ કામ આ સરકારે આ બજેટમા બતાવ્યું છે. દેશના પબ્લીક સેક્ટરોને વહેવાનારુ બજેટ સાબીત થશે. ભાજપ સીનીયર નેતાઓની સાથે આર્થીક નીતીઓના જાણકારોની પણ ઉપણ હોઈ તેવુ આ બજેટમા દેખાઈ રહ્યું છે.