///

બજેટ : ૨૦૨૦ ઉચ્ચ અને ટેકનિકલ વિભાગ માટે કેટલુ બજેટ ફાળવવામાં આવ્યુ ?

વિધાનસભાનાં બજેટમાં શિક્ષણ વિભાગનું ૩૧,૯૫૫ કરોડનું બજેટ રજુ થયુ છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિક સિવાય ઉચ્ચ શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણનો સમાવેશ થાય છે જેનું ટોટલ ૩૧,૯૫૫ કરોડનું દરેક શિક્ષણ વિભાગનું બજેટ રજુ થયુ છે. જેમાં શિક્ષણ વિભાગનાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણ વિભાગનું ૧,૨૪૬.૬૬ કરોડનું બજેટ રજુ થયુ છે.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં ટેબલેટ યોજના, ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં બાંધકામ માટે, શોધ યોજના, શિક્ષણના વિવિધ ભવનોના બાંધકામ માટે, સ્ટડી ઇન ગુજરાત, સરકારી કોલેજોમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા, સ્કુલ ઓફ ડિફેન્સ સ્ટડીઝ, ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજી, ડિજિટલ એજયુકેશન ડેવલોપમેન્ટ ફંડ, સ્ટુડન્સ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી જેવી યોજનાની જોગવાઇઓ વિધાનસભાનાં બજેટમાં રજુ થઇ હતી.

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગ માટે રજુ કરેલુ બજેટ

1.કોલેજમાં પ્રવેશ મેળવતા ૩ લાખ વિધાર્થીઓને ટેબલેટ યોજના અંર્તગત ટેબલેટ આપવા ૨૦૦ કરોડની જોગવાઇ રજુ કરી.

2. ટેકનિકલ હસ્તકની સંસ્થાઓમાં બાંધકામ માટે ૧૫૫ કરોડની જોગવાઇ રજુ કરી હતી.

3. સરકારી યુનિવર્સિટીમાં નવા બાંધકામ અને મરામત માટે ૨૪૬ કરોડની જોગવાઇ રજુ કરી હતી.

4. યુનિવર્સિટી ખાતે પી.એચ.ડી કરતા વિધાથીઓ માટે શોધ યોજના હેઠળ ૨૦ કરોડની જોગવાઇ કરી છે.

5. દ્ધાુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, લેકાવાડા, ગાંધીનગર ખાતે વિવિધ ભવનોનાં બાંધકામ માટે ૭૫ કરોડની જોગવાઇ રજુ કરી હતી.

6. ટેકનિકલ સરકારી કોલેજોમાં લેબોરેટરીના સાધનો, પુસ્તકો, જરૂરી ભૌતિક સંશાધનો વસાવવા તેમજ બાંધકામ અને મરામત માટે ૫૯ કરોડની જોગવાઇ રજુ કરી હતી.

7.સ્ટડી ઇન ગુજરાત કાર્યકમ અંતર્ગત રાજયની શૈક્ષણિક સંસ્થાઓનો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપ વધારવા ૧૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે.

8. કાછલ, મહુવા, ડેડીયાપાડા અને ખેરગામમાં નવી સાત ગ્રાન્ટ ઇન-એઇડ વિજ્ઞાનપ્રવાહ કોલેજ શરૃ કરવા ૨ કરોડ રૂપિયાની જોગવાઇ કરી હતી.

9. આઇ.આઇ.ટી.રામ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજીના અભ્યાસક્રમ શરૂ કરવા ૧૨ કરોડની જોગવાઇ કરી છે.

10. ૨૨૧ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં ડિજિટલ ટેકનોલોજી અંગેની પ્રવૃતિઓ માટે ડિજિટલ એજયુકેશન ડેવલોપમેન્ટ ફંડ અંતર્ગત ૩૦ કરોડની જોગવાઇ કરી છે.

11. સ્ટુડન્ટસ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત ૧૪ લાખ વિધાર્થીઓ માટે ૨૦ કરોડની જોગવાઇ રજુ કરી છે.

12. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ ૩૧૧.૬૬ કરોડની જોગવાઇ રજુ કરી છે.

Leave a Reply

Your email address will not be published.