/

બિલ્ડર રમણ પટેલે કોર્ટમાં જામીન અરજી કરી

બિલ્ડર રમણ પટેલ સહિત અન્ય ચાર વ્યક્તિઓ સામે તેમની પુત્રવધૂએ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ માંગણીના કેસમાં આરોપી રમણ પટેલે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી છે. આ મામલે વધુ સુનાવણી 7 નવેમ્બરના રોજ હાથ ધરાય તેવી શકયતા છે.

અગાઉ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે અને હાઈકોર્ટ દ્વારા આરોપી રમણ પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે અન્ય બે આરોપી મુકેશ અને મયૂરિકાબેનની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી.

ધરપકડથી બચવા માટે રમણ પટેલ અને મૌનાગ પટેલ દ્વારા કરેલી આગોતરા અરજી કોર્ટે ફગાવી દેતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે વસ્ત્રાપુર પોલીસ મથક ખાતે નોંધાયેલી ફરિયાદમાં પુત્રવધુ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રમણ પટેલ અને તેમના પરિવારજનો તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતાં હતાં.

પુત્રવધુએ પતિ મૌનાંગ પટેલ, સસરા રમણ પટેલ, સાસુ મયૂરિકાબેન અને મુકેશ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં વસ્ત્રાપુર પોલીસે રમણ પટેલ સહિત ચારેય વ્યક્તિઓ સામે હત્યાના ગુનાનો પ્રયાસનો ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.