//

બુમરાહે ઘાતક બોલિંગ કરીને IPLમાં રચ્યો મોટો રેકોર્ડ

મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને મેચ દરમિયાન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ સામે દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા. આ મેચમાં બોલ્ટ અને બુમરાહે મળીને દિલ્હીની ટીમની વિકેટ ખેરવીને પ્રથમ ક્વાલિફાયર મેચમાં જીત અપાવીને મુંબઈને IPL-2020ની ફાઈનલ મેચમાં પહોંચાડી દીધી છે.

આ મેચમાં જસપ્રીત બુમરાહની બોલિંગ ખૂબ જ ઘાતક રહી હતી અને તેણે પોતાની IPL કેરિયરની શ્રેષ્ઠ બોલિંગ પણ કરી છે. સાથે જ બુમરાહે આ મેચમાં દિલ્હીની ટીમ વિરુદ્ધ પોતાની 4 ઓવરના સ્પેલમાં 14 રન આપીને 4 વિકેટો ઝડપી હતી. જેમાં એક મેઈડન ઓવર પણ ફેંકી હતી.

આ મેચ દરમિયાન બુમરાહ પોતાની આ ઘાતક બોલિંગના જોરે IPLની આ સિઝનમાં ભારતીય બોલર તરીકે સૌથી વધુ વિકેટો ઝડપનાર બોલર પણ બની ગયો છે. IPLની એક સિઝનમાં ભારતીય બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાની કરામત વર્ષ 2017માં ભુવનેશ્વર કુમારે કરી બતાવી હતી. ભુવનેશ્વર કુમારે તે સિઝનમાં 26 વિકેટો ઝડપી હતી. હવે બુમરાહે તેને રેકોર્ડ તોડી નાંખ્યો છે અને IPLની 13મીં સિઝનમાં અત્યાર સુધી 27 વિકેટ ઝડપીને પ્રથમ ક્રમે આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published.