/

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બસે પલટી મારી, 20 પ્રવાસી ઇજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશના ઉન્નાવ લખનૌ- આગ્રા એક્સપ્રેસ-વે પર પ્રવાસીઓથી ભરેલી એક ખાનગી બસે પલટી મારી હતી. આ ઘટનામાં બસમાં સવાર 20 પ્રવાસીઓને ગંભીર ઇજા પહોંચી છે.

આ ઘટના બાદ હાજર સ્થળ પર પહોંચેલી પોલીસે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતાં. મળતી માહિતી મુજબ બસમાં 82 પેસેન્જર સવાર હતાં.

આ ઘટના બાંગરમઉ કોતવાલી ક્ષેત્રના સિરધરપુર ગામની છે. મળતી માહિતી મુજબ દિલ્હીથી બહરાઇચ જઇ રહેલી બસમાં ડ્રાઇવરને ઝોકું આવી જતાં ડિવાઇડર સાથે ટકરાઇ હતી. ત્યારબાદ બસ પલટી મારી હતી. જેમાં બસમાં સવાર લોકોને ઇજાઓ પહોંચી છે, પરંતુ 4 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.