///

વાઈરલ ખબર : ઓનલાઈન ઓર્ડર કરીને આ મહાશયે આપ્યું કંઈક અજીબોગરીબ સરનામું…

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફૉમ છે, જેમાં કેટલીકવાર એવી વસ્તુઓ વાઈરલ થાય છે કે, લોકો તેના પરથી એક સેકન્ડ માટે પણ પોતાની નજર હટાવી શકતા નથી. ત્યારે આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર જલ્દી વાઈરલ થઈ જાય છે. ત્યારે એક બહુ જ રસપ્રદ વસ્તુ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

હાલમાં લોકડાઉનના કારણે ઓનલાઈન શોપિંગનું મહત્ત્વ વધી ગયું છે. જેમાં શોપિંગ દરમિયાન વ્યક્તિ પોતાનું સરનામું સાચું તેમજ શોધવામાં સરળ બની રહે તેવું આપતા હોય છે. ઉપરાંત તેના પર ઘર અથવા ઓફિસનું સરનામું આપતા હોય છે, પરંતુ સોશિયલ મીડિયા પર એક પેકેટ પર લખાયેલું સરનામું અલગ રીતે જોવા મળી રહ્યું છે. આ પેકેટને જોયા પછી ઘણીવાર તેના પર તમારી નજર પડશે. જેમાં રાજસ્થાનના એક વ્યક્તિએ એક શોપિંગ સાઈટ પરથી કેટલોક સામાન ઓર્ડર કર્યા બાદ તેમણે ડિલીવરી કરવા માટેનું સરનામું બહુ જ રસપ્રદ રીતે લખ્યું છે, જે સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યું છે.

આ સરનામાંની અંદર એ મહાશયે ઘર નંબર કે પોતાનો શેરી નંબર અથવા પોતાના એપાર્ટમેન્ટનું નામ પણ લખ્યું નથી. આ એડ્રેસમાં તેમણે માત્ર એક મંદિરનું લોકેશન જ લખ્યું છે. જેનો ઉપયોગ મોટાભાગે લેંડમાર્ક તરીકે કોઈને દેખાડવા માટે કરતા હોઈએ છીએ.

આ પેકેટના સરનામાંમાં લખ્યું છે કંઈક આવું…
448 છઠ માતા મંદિર, મંદિરની સામે આવીને ફોન કરવો હું આવી જઇશ, શિવપુરા. આ ફોટાને લગભગ 13 હજાર ઉપયોગકર્તા પસંદ કરી ચૂક્યા છે. ઉપરાંત લાઈક અને કમેન્ટ્સની સાથે-સાથે મજેદાર રીતે તેને શેર પણ કરી રહ્યાં છે.

આ ઉપરથી કહી શકાય કે, ભારતના લોકો પોતાના કામ માટે થઈને કોઈ પણ પ્રકારનો જુગાડ કરી શકે છે, અને તેમના આ મિજાજને કારણે તેઓ હંમેશા પ્રખ્યાત બન્યા છે.

Leave a Reply

Your email address will not be published.