/

કેબનો ડ્રાઈવર સંક્રમણનો ભોગ બન્યો, AMCએ 11 ફ્લાઈટનું લિસ્ટ જાહેર કર્યું

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો સૌથી વધુ કેસ વિદેશથી આવેલી વ્યક્તિના નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં પ14 કેસોમાં 11 કેસો વિદેશથી તેમજ મુંબઈ, દિલ્હીથી ફ્લાઈટમાં આવેલા લોકોમાં પોઝિટિવ કેસ નોંધાયા છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વ્રારા જે કેસો પોઝિટિવ આવ્યા છે અને ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા છે તેવી 11 ફ્લાઈટનું લિસ્ટ જાહેર કર્યું છે.. AMCએ જણાવ્યું છે કે- જો તમારા પરિવારની કોઈ વ્યક્તિ કે મિત્ર આ 11 ફ્લાઈટમાં આવ્યા હોય અને જો તેઓ હોમ કોરન્ટાઈન ન થયા હોય તો 104 અથવા 15503 પર ફોન કરી જાણ કરવી.

AMCના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદના 12 પોઝિટિવ કેસોમાંથી 11 કેસોમાં ફ્લાઈટમાં આવેલા પેસેન્જરો છે જે અમદાવાદના તેઓને અમે કોરન્ટાઈન કરી દીધા છે પરંતુ અમદાવાદ ઉતરી અન્ય શહેરમાં ગયા હોય અને કોરન્ટાઈન ન થયા હોય તો જાણ કરે અને સેલ્ફ કોરન્ટાઈન થાય. તો આ 11 ફ્લાઈટમાં આવેલા પેસેન્જરને લઈ જતા એક કેબનો ડ્રાઈવર પણ સંક્રમણના કારણે પોઝિટિવનો ભોગ બન્યો છે.

Leave a Reply

Your email address will not be published.