અમરેલીનાં બાબરામાં સ્વજનનાં લગ્રપ્રસંગમાં હાજરી આપવા કેનેડિયન યુવક આવ્યો હતો. કેનેડિયન યુવક ગુજરાતી સંસ્કૃતિથી પ્રેરિત હતો. જેથી યુવકે ગુજરાતની ગીર ગાયો વિશે ઉંડાણમાં અભ્યાસ કર્યો હતો. પરંતુ કયારેય ગીર ગાયને મળયો ન હતો. જયારે કેનેડિયન યુવકને અમરેલીમાં લગ્ર પસંગ્રમાં આવવાનું આંમત્રણ મળયું ત્યારે મનોમન યુવક ગીરગાયને મળવાનું હોવાથી ખુશ થઇ ગયો હતો.
જેથી યુવક લગ્ર પ્રસંગમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યો ત્યારે યુવકે રૂબરૂમાં ગીરગાયને પ્રથમ વખત જોઇને અનોખી અનુભૂતી મેળવી હતી. યુવકે શહેરની મુલાકાત દરમિયાન ગીર ગાયને જોઇને માથાના ભાગે હાથ ફેરવ્યો હતો. બાદમાં ગાયને ગળે વળગીને ખૂબજ હેત વરસાવ્યો હતો. કેેનેડિયન યુવક -યુવતીનો અને ગીરગાયનો વીડિયો શોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે લોકોમાં અનેરું આકર્ષણ જમાવી રહ્યો છે. વીડિયોમાં કેનેડિયન યુવક ગીરગાય વચ્ચેનો અપ્રતિમ પ્રેમ નજરે ચઢે છે.