///

ભારતીય વાયુદળની ક્ષમતા મજબૂત થશે: વધુ 16 રાફેલ ફાઈટરનો થશે ઉમેરો

હવે એપ્રિલ 2021 સુધીમાં 16 ઓમની રોલ રાફેલ જેટ ફાઈટર્સ ગોલ્ડન એરો સ્કવોડ્રનમાં સામેલ થવા જઈ રઈ હોવાથી ભારતીય વાયુદળની મારક ક્ષમતા વધશે. તો ફ્રાંસના મોટા જેટ એન્જીન નિર્માતા સેફ્રન ભારતમાં ફાઈટર એન્જીન અને એન્સલિયરીસ બનાવવા તૈયાર હોવોથી વાયુદળની ક્ષમતા વધુ મજબૂત થશે.

પાંચ રાફેલ 29 જુલાઈએ જેટ વાયા દુબઈ અંબાલા વાયુમથકે આવ્યા હતા અને સ્કવોડ્રન 17માં સામેલ થઈ ચૂકયા છે. તો ત્રણ રાફેલની નવી બેંચ 5 નવેમ્બરે અંબાલા આવશે. આ વખતે તે બોર્ડેકસ, મેરિગ્નેક ફેસીલીટીથી સીધા આવશે અને રસ્તામાં જ ઈંધણ ભરી લેશે. ફ્રાંસમાં હાલમાં ફાઈટર પાઈલટની તાલીમ માટે સાત રાફેલ ફાઈટરનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત ત્રણ વધુ રાફેલ જાન્યુઆરીમાં, અન્ય ત્રણ માર્ચમાં અને સાત એપ્રિલમાં આવતા વાયુપ્રધાને સિંગલા સીટ 21 ફાઈયર અને સાત ટિવન સીટ ટ્રેનર ફાઈટર મળી જશે.

આ ઉપરાંત એમ 88 એન્જીનો રાફેલ ફાઈટરો માટે ઉપયોગમાં લેવાશે અને ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) દ્વારા વિકસાવાયેલા લાઈટ કોમ્બાટ એરક્રાફટ માર્ચ-2 અને ટિવન અન્જીન એડવાન્સડ મારી રોલ કોમ્બેટ એરક્રાફટ ચલાવવા પણ તેનો ઉપયોગ કરી શકાશે. વાયુદળ 83 એસસીએ પાર્ક-1 એ જેટલ ખરીદવા માંગે છે અને જે રીતે તેજલના જુદા જુદા પ્રકારના વિમાનોની વરદીની સંખ્યા 123 થશે.

હાલમાં માત્ર અમેરિકા, રશિયા અને ફ્રાંસ પાસે ફાઈટર જેટ એન્જીન બનાવવાની ક્ષમતા છે. ચીન હજુ પણ તેના જે 31 અને જેએફ 17 જેવા જેટ ફોઈટર ચલાવવા રશિયાના આરડી-93 અને આરડી33નો ઉપયોગ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.