/

રાજસ્થાનમાં લક્ઝરીયસ કારે સર્જયો અકસ્માત, યુવકનું મોત

રાજસ્થાનમાં પોલીસની પરીક્ષા આપવા માટે જયપુર આવેલા એક ઉમેદવારને લક્ઝરીયસ કારએ એલિવેટેડ રોડ પર ટક્કર મારી હતી. જેમાં યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યુ હતું.

રાજસ્થાનમાં પોલીસની પરીક્ષા આપવા આવેલો યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પુર પાટ ઝડપે આવતી ઓડી કારએ ટક્કર મારી હતી. જેના પગલે યુવક આશરે 30 ફૂટ ઉંચો હવામાં ફંગાળાયો હતો. કારની ટક્કર લાગ્યા બાદ યુવક ફંગોળાઇને મકાનની છત પર પડ્યો હતો.

આ સમગ્ર ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા આ કાર યુવતી ચલાવતી હતી. આ અકસ્માત બાદ પોલીસે લક્ઝરી કારને કબ્જે કરી છે. જ્યારે યુવકના મૃતદેહને હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અંગે મૃતકના પરિવારજનોને સૂચના આપી દેવામાં આવી છે.

મૃતકના પરિવારજનો જયપુર પહોંચ્યા બાદ જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે, મૃતકના પરિવારજનો દ્વારા એફઆઈઆર નોંધાવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.