//

Breaking News :સિંગાપોરથી અમદાવાદ એરપોર્ટ પર આવતા શંકાસ્પદ કેસ પકડાયો

કોરોના વાયરસની મહામારી હવે ગુજરાતનાં અમદાવાદમાં પ્રવેસી ચુકી છે. જેમાં અમદાવાદમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેને લઇને ૩૩ વર્ષીય મહિલાને સારવાર હેઠળ સિવિલમાં ખસેડવામાં આવી છે.

કોરોના વાયરસ ફેેલાવવાના ડરથી ભારતના તમામ એરપોર્ટમાં વિદેશથી આવતા મુસાફરોનું સ્કિનિંગ કરીને જ પ્રવેશ આપવામાં આવે છે. જેથી આજે સિંગાપુરથી આવતી ફલાઇટમાં તમામ મુસાફરોના સ્કિનિંગ કરવામાં આવ્યા હતાં. આ ફલાઇટ સિંગાપુરથી અમદાવાદ એરપોર્ટ આવી હતી. જેમાં સિંગાપોરથી અમદાવાદમાં આવેલી ૩૩ વર્ષીય મહિલા સ્કિનિંગ દરમિયાન શંકાસ્પદ હોવાની જાણકારી મળી હતી. જેથી તાત્કાલિક આ મહિલાને સિવિલ હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે કોરોના વાયરસના ફફડાત વચ્ચે મહિલાને સારવાર આપતા તબીબો તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ભય જોવા મળયો હતો. કોરોનાનો શંકાસ્પદ કેસ આવતા તબીબો દોડતા થયા છે.

Leave a Reply

Your email address will not be published.