////

GOOD NEWS : રાજ્યના આ શહેરમાં પણ કોરોના કાબુમાં આવ્યો ! 5 હજારથી વધુ બેડ થયા ખાલી

વડોદરામાં 17 દિવસમા 5434 બેડ ખાલી થયા છે. આ 17 દિવસમાં વડોદરાની 190 હોસ્પિટલોમાં 4543 બેડ ખાલી થયા છે. આ સાથે જ આઈસીયુમા પણ 27 ટકા દર્દીઓ ધટ્યા છે. જે બતાવે છે કે વડોદરામાં કોરોનાના કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે.

ગઇકાલે શુક્રવારે નવા 841 કેસ આવ્યાં હતા. જોકે સામે 1066 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. તો છેલ્લાં 10 દિવસમાં 9531 દર્દી સ્વસ્થ થયા છે. આ સાથે જ કોરોનાના મૃતકોની સંખ્યામાં પણ 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વેન્ટિલેટર બેડ અગાઉ 15 જ ખાલી હતા જેમાં 13 ગણાથી વધુનો વધારો થયો છે અને 140 ખાલી થયા છે. શુક્રવારે સાંજે પાલિકાના રિપોર્ટ મુજબ આ હોસ્પિટલોમાં શુક્રવારે કુલ 329 વેન્ટિલેટર બેડ પૈકી 52 ખાલી હતા. જે પૈકી 52 માત્ર ગોત્રી હોસ્પિટલમાં હતા. જ્યારે આઇસીયુ બેડ 364 પૈકી 43 ખાલી હતા.

વડોદરા શહેર જિલ્લામાં શુક્રવારે સાંજે 841 કેસ નવા નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 63,436 ઉપર પહોંચી ગયો છે. તો શુક્રવારે 7 દર્દીના મોતનો આંકડો સામે આવ્યો છે. આ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 564 પર પહોંચ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં 1066 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. આમ અત્યાર સુધીમાં કુલ 53,209 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 9663 એક્ટિવ કેસ પૈકી 427 દર્દી ઓક્સિજન ઉપર અને 271 દર્દી વેન્ટિલેટર પર છે.

આમ, કહી શકાય કે વડોદરામાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે, પરંતુ કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસના બેડ વધી રહ્યાં છે. જેથી લોકોએ હવે આ નવા મહામારી સામે સતર્ક રહેવુ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.