/

પાલતુ બિલાડીના ત્રાસથી પડોશી મહિલાઓનો ઝગડો !!

શહેરનાં અમરાઇવાડી વિસ્તારમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પાલતુ બિલાડીના કારણે બે પાડોશીઓ એક-બીજાનાં  જાની દુશ્મનો બની ગયા છે. જેમાં વાત એટણી બધી વણસી ગઇ હતી કે બિલાડીના કારણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને બંને પાડોશીઓ બિલાડીના કારણે એકબીજાનાં જાની દુશ્મન બની ગયા છે.શહેરનાં અમરાઇવાડી વિસ્તારમાં રમીલાબેને એક પાલતુ બિલાડી રાખી છે. ગઇ ૧૬મી ફેબ્રુઆરીનાં રોજ બપોરે ૩ વાગ્યાની આસપાસ તેમના પાડોશમાં રહેતા વર્ષાબેનના ઘરમાં રમીલાબેનની પાલતુ બિલાડી ઘુસી ગઇ હતી. અને ઘરમાં ધુસીને ટીવીની આસપાસમાં પડેલો સામાન નીચે પાડી દીધો હતો. જેથી વર્ષાબેનનાં પતિએ બિલાડીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. પોતાની પ્રાણ પ્યારી બિલાડીને ઘરમાંથી કાઢી મૂકતા રમીલાબેને વર્ષાબેનના પતિને બિભત્સ ગાળો ભાંડી હતી અને જોરજોરથી બૂમો પાડી ઝઘડો કર્યો હતો.

તેમજ ધમકીઓ આપીને જણાવ્યુ હતુ કે, જો તે લોકો તેમની બિલાડીને અડશે તો તેના છોકરાને મારી નાખશે. તેમજ બિલાડીથી હેરાનગતિ થતી હોય તો ઘર ખાલી કરીને બીજે રહેવા જવા પણ જતા રહો તેવું પણ જણાવ્યુ હતું. જેથી કંટાળીને વર્ષાબેને રમીલાબેન અને તેમના પતિ વિરુદ્વ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને ફરિયાદમાં એવું પણ જણાવ્યુ હતુ કે, આના પહેલા પણ રમીલાબેનની પાલતુ બિલાડીએ બે વખત અમારા ઘરમાં ઘૂસીને એલઇડી ટીવીને નુકશાન કર્યુ હતું. એ સમયે બિલાડીએ કરેલા નુકશાન બાબતે રમીલાબેનને જણાવ્યુ તો તેમણે જણાવ્યુ કે, પોલીસ ફરિયાદ કરવી હોય તો કરી લેવાની મને કોઇનો ડર લાગતો નથી. તેમ કહીને ઝઘડો કર્યો હતો. રમીલાબેનની પાલતુ બિલાડી વારંવાર ઘરમાં ઘુસીને આર્થિક નુકશાન કરે છે. બિલાડીના કારણે વારંવાર થતા તું તું મૈં મૈંના કારણે વર્ષાબેનને ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published.