/

જંબુસરના ધારાસભ્યને ટેલિફોન પર ઉડાવી દેવાની ધમકી થી ગુહ વિભાગે આપ્યા તપાસ ના આદેશ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ વધુ રાજકારણ ગરમાઈ રહ્યું છે એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો દ્રારા કરોડોની ખરીદીના આક્ષેપ કરી રહ્યું છે તો બીજી તરફ કેટલાક ધારાસભ્યો ભાજપ સાથે જોડાઈ જવાની વાતો વહેતી થયેલી છે જેની વચ્ચે આજે જંબુસરના ધારાસભ્યને ઉડાવી દેવાની ધમકીએ રાજકારણમાં મોટી હલચલ મચાવી દીધી હતી. જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તેમને ઉઠાવી જવાની અને કોઈ પણ રાજ્યમા જઈશ તો ઉડાવી દઈશું અમોને રાજકીય પીઠબળ છે તેવો ધમકી ભર્યો ફોન આવતા સંજય સોલંકીએ ગત મોડી રાત્રે જંબુસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને ટેલિફોન નંબરની ફરિયાદ આપી હતી

જેને પગલે રાજ્યસરકાર હરકતમાં એ ગયેલી છે અને તપાસના આદેશો આપ્યા છે પ્રાથમિક તપાસમાં ધમકી ભર્યો ફોન આફ્રિકાનો નંબર હોવાનું સામે આવ્યું છે. હાલ તો જંબુસર પોલીસે સમગ્ર ઘટના ની તપાસ શરૂ કરી છે અને ફોન કરનાર છે તેની તપાસ આરંભી છે ફોન પાર ધમકી દેનાર વ્યક્તિ એ ધારાસભ્યને ફોન દેવી દેવતાઓ વિષે અભદ્ર વાણીનો ઉપયોગ કરી ધાર્મિક લાગણી દુભાઈ તેવા શબ્દોનો પ્રયોગ કરી ધમકી આપી છે સંજય સોલંકીએ પોલીસને આપેલી લેખિત ફરિયાદ માં જણાવ્યું હતું કે ટંકારી સ્કૂલ પાસેની ગંદકી સંદર્ભે અરજી મામલામાં ધમકી મળી હોવા ની આશઁકા વ્યક્ત કરી હતી જોકે હાલ તો સમગ્ર ઘટનાની પોલીસ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.