/

કર્ણાટક CBIએ ભાજપ નેતાની હત્યા મામલે પૂર્વ પ્રધાનની ધરપકડ કરી

કેન્દ્રીય તપાસ બ્યુરોએ કર્ણાટકના પૂર્વ પ્રધાન અને કોંગ્રેસ નેતા વિનય કુલકર્ણીની ધરપકડ કરી છે. પૂર્વ પ્રધાનની 2016માં ધારવાડાથી ભાજપ નેતા યોગેશ ગૌડાની હત્યાના સંબંધમાં ધરપકડ કરી હતી.

ભાજપના નેતાની 2016માં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને લઇને CBIની ટીમે 2019માં કેસની તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ દરમિયાન યોગેશના પરિવારજનોએ પ્રધાન અને ધારાસભ્ય વિનય કુલકર્ણી પર હત્યાનું કાવતરું ધડવાનો આરોપ લાગવ્યો હતો.

પરિવારજનોનું કહેવું હતું કે, ભાજપ નેતાના હત્યાના થોડા દિવસો પહેલા તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તો પરિવારજનોએ એ પણ આરોપ લગાવ્યો કે, તેમને આ કેસ પરત લેવા માટે પણ દબાવ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.