///

હાથરસ ગેંગરેપ મર્ડર કેસમાં CBIએ દાખલ કરી ચાર્જશીટ

ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપ અને હત્યાંકાડમાં CBIએ આજે ચાર્જશીટ દાખલ કરી દીધી. જેમાં CBIએ 22 સપ્ટેમ્બરે આપેલા પીડિતાના અંતિમ નિવેદનનો આધાર બનાવીને ચાર્જશીટ દાખલ કરી છે અને નિર્ણય કોર્ટ ઉપર છોડી દીધો છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે ઉત્તર પ્રદેશના હાથરસમાં કથિત ગેંગરેપ અને હત્યાકાંડમાં CBIએ આજે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ કેસની આઈઓ સીમા પાહુજા અને CBIના અધિકારી આજે હાથરસ જિલ્લા કોર્ટ પહોંચ્યા. CBIએ SC/ST કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. હાથરસની SC/ST કોર્ટમાં ચાર આરોપીઓ વિરૂદ્ધ CBIએ ચાર્જશીટ રજૂ કરી. આ આરોપીઓના વકીલ મુન્ના સિંહ પુંઢિર અનુસાર ગેંગરેપ, હત્યા અને છેડછાડ, SC/STની કલમોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, હાથરસકાંડની પીડિતા 14 સપ્ટેમ્બરે પોતાના ગામના જ ખેતરમાં ગંભીર હાલતમાં મળી હતી. પાછળથી અલીગઢની હોસ્પિટલમાં અને તે પછી દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પીડિતાએ પોતાના જ ગામના ચાર છોકરાઓ ઉપર ગેંગ રેપનો આરોપ લગાવ્યો હતો, જે પછી લોકલ પોલીસે તમામની ધરપકડ કરી લીધી હતી.

નોંધનીય છે કે, પીડિતાના મોત પછી દેશભરમાં પ્રદર્શન થયા હતા. આ દરમિયાન યૂપી પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર દાવો કર્યો હતો કે, પીડિતા સાથે ગેંગરેપ થયો નથી. યૂપી પોલીસના નિવેદન પછી કોર્ટે યૂપી પોલીસને ફટકાર પણ લગાવી હતી. આ કેસમાં યોગી સરકારે એસઆઈટી પણ બનાવી હતી, તેને તપાસ પછી રિપોર્ટ સરકારને સોંપી દીધી છે.

Leave a Reply

Your email address will not be published.