સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશન દ્વારા ગુરુવારે બેંકો સાથે અંદાજે 525 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં CBIએ પ્રથમ કેસ 452.62 કરોડ રૂપિયાનો અને બીજો કેસ 72.55 કરોડ રૂપિયાની બેંક સાથે છેતરપિંડી મામલે દાખલ કર્યો છે. CBIએ 452.62 કરોડ રૂપિયાની બેંક ઠગાઈનો કેસ એમ.એસ વારિયા એન્જિનિયરિંગ વર્કર્સ પ્રાઈવેટ લિમિટેડના હિમાંશુ પ્રફૂલચંદ વારિયા, શ્રીમતી સેજલ વારિયા, એમએસ. કૃષ ટેક કૉન પ્રાઈવેટ લિમિટેડના અજ્ઞાત લોક સેવક અને અન્ય લોકો વિરુદ્ધ દાખલ કર્યો છે.
તો બીજી બાજુ SBIની એક ફરિયાદના આધારે ગુજરાતના અમદાવાદ સ્થિત ખાનગી કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કંપનીના ડિરેક્ટર સહિત અન્ય અજ્ઞાત લોકો સામેલ છે. આ અંગે અધિકારીનું કહેવું છે કે, 2013થી 2017ના સમયગાળા દરમિયાન સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, બેંક ઑફ બરોડા, સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ નેશનલ બેંક અને વિજયા બેંક સહિતની બેંકોના કંસોર્ટિયમ સાથે ઘાલમેલ કરીને એક ગુનાહિત કાવતરુ રચવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના અમદાવાદમાં ખાનગી કંપનીના ડિરેક્ટરોના સત્તાવાર ઠેકાંણા સહિત અન્ય 4 સ્થળો પર CBI દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. તો બીજા કેસમાં બેંક ઑફ બરોડાની એક ફરિયાદ પર ગુજરાતના ગાંધીનગરમાં આવેલ એક ખાનગી કંપની અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં 72.55 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ કેસમાં CBIએ એમએસ ગોપાલા પૉલીપ્લાસ્ટ લિમિટેડ, મનીશ મહેન્દ્ર સોમાણી, મનોજ મહેન્દ્ર સોમાણી, કિશોરીલાલ સોંથાલિયા સહિત અન્ય અજ્ઞાત લોક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કંપનીએ વર્ષ 2017-19 દરમિયાન 72.55 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી છે.